• ફિલ્મ 'કલ્કી 2898 એડી' આ વર્ષની મોટી ફિલ્મોમાંની એક છે
  • આ ફિલ્મમાં પ્રભાસ લીડ રોલમાં છે
  • ફિલ્મમાં જોવા મળેલા અન્ય સ્ટાર્સના રોલ વિશે જાણો

દર્શકોમાં 'કલ્કી 2898 એડી'ને લઈને જબરદસ્ત ક્રેઝ છે. પ્રભાસ, અમિતાભ બચ્ચન અને દીપિકા પાદુકોણની આ ફિલ્મ આ વર્ષની મોટી ફિલ્મોમાંથી એક છે. ફિલ્મની મોટી સ્ટાર કાસ્ટને લઈને ફેન્સમાં જોરદાર બઝ જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ 'કલ્કી 2898 એડી'માં પ્રભાસથી લઈને કમલ હાસન સુધી કયો સ્ટાર કયા અવતારમાં જોવા મળી રહ્યો છે.

પ્રભાસ- ભૈરવ

પ્રભાસ પાન ઈન્ડિયા ફિલ્મ 'કલ્કી 2898 એડી'માં લીડ રોલમાં છે અને ફિલ્મમાં તેના રોલ વિશે દરેક લોકો વાકેફ છે. આ ફિલ્મમાં પ્રભાસ ભૈરવના રોલમાં જોવા મળશે.

અમિતાભ બચ્ચન- અશ્વત્થામા

'કલ્કી 2898 એડી'માં અમિતાભ બચ્ચન અશ્વત્થામાનું પાત્ર ભજવી રહ્યા છે.

દીપિકા પાદુકોણ- ગર્ભવતી મહિલા

આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ ગર્ભવતી મહિલાનો રોલ કરી રહી છે.

કમલ હાસન- સુપ્રીમ યાસ્કિન

કમલ હાસન 'કલ્કી 2898 એડી'માં સુપ્રિમ યાસ્કીનનો રોલ પ્લે કરી રહ્યો છે.

દિશા પટની- રોક્સી

દિશા પટણી પણ પ્રભાસની ફિલ્મનો એક ભાગ છે. આ ફિલ્મમાં તે રોક્સીના અવતારમાં જોવા મળશે.

શાશ્વત ચેટર્જી- કમાન્ડર માનસ

શાશ્વત ચેટર્જી 'કલ્કી 2898 એડી'માં કમાન્ડર માનસની ભૂમિકામાં જોવા મળશે.

શોભના-મરિયમ

એક્ટ્રેસ શોભના 'કલ્કી 2898 એડી'માં મરિયમના રોલમાં જોવા મળી રહી છે.

અન્ના બેન- કાયરા

અન્ના બેન પણ આ ફિલ્મનો એક ભાગ છે, તે કાયરાના રોલમાં જોવા મળશે.

કીર્તિ સુરેશ- બુજ્જી માટે અવાજ

'કલ્કી 2898 એડી'માં બુજ્જી નામનો એક રોબોટ પણ છે જેના માટે કીર્તિ સુરેશે અવાજ આપ્યો છે.

'કલ્કિ 2898 એડી'ની સ્ટોરી

તમને જણાવી દઈએ કે નાગ અશ્વિનના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ 'કલ્કી 2898 એડી' 27 જૂન, 2024ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે. તે એક સાઈ-ફાઈ એક્શન માઈથોલોજિકલ ફિલ્મ છે જેની સ્ટોરી હિંદુ દેવતા વિષ્ણુના અદ્યતન અવતારથી ઈનસ્પાયરડ છે. એવું માનવામાં આવે છે કે ભગવાન વિષ્ણુ વિશ્વને દુષ્ટ શક્તિઓથી બચાવવા માટે પૃથ્વી પર આવ્યા હતા.

  • Follow us on: