- કંગના બિઝનેસમેન સાથે ડિસેમ્બરમાં કરશે સગાઈ
- એપ્રિલ 2024માં કંગના કરશે લગ્ન
- એક્ટ્રેસને એડવાન્સમાં અભિનંદન
એક્ટિંગ સિવાય અવારનવાર પોતાના નિવેદનો માટે સમાચારમાં રહેનારી એક્ટ્રેસ કંગના રનૌતના લગ્નના સમાચારે જોર પકડ્યું છે. આ સમાચાર ત્યારે આવી રહ્યા છે જ્યારે એક એક્ટરે સોશિયલ મીડિયા પર ટ્વિટ કરીને એક્ટ્રેસના લગ્ન જલ્દી થવાના સમાચારે દાવો કર્યો છે. આ એક્ટરની ટ્વિટ ઝડપથી વાયરલ થઈ રહી છે.
કમાલ આર ખાને કર્યું ટ્વિટ
સિનેમાજગતમાં દરેકને કંઈ ને કંઈ કહેતા રહેતા એક્ટર કમાલ આર ખાને એક ટ્વિટ કરી. આ ટ્વિટ બાદથી એકટ્રેસના લગ્નની વાતને વેગ મળી રહ્યો છે. કેઆરકેએ ટ્વિટ કરી કે- બ્રેકિંગ ન્યૂઝ- કંગના રનૌત ડિસેમ્બર 2023માં એક બિઝનેસમેન સાથે સગાઈ કરવા જઈ રહી છે. એપ્રિલ 2024માં તેમના લગ્ન થશે. એક્ટ્રેસને એડવાન્સમાં અભિનંદન.
કેઆરકેની ટ્વિટે મચાવી ધમાલ
કમાલ આર ખાન અનેકવાર ટ્વિટ તો ક્યારેક વિવાદિત નિવેદનો માટે મુસીબતમાં ફસાઈ ચૂક્યા છે. એવામાં કેઆરકેનો દાવો સાચો છે કે ફોટો. તે તો આવનારો સમય જ બતાવશે. પણ એ વાત જરૂર છે કે કેઆરકેની આ ટ્વિટે ખળભળાટ મચાવ્યો છે. જો કે આ ટ્વિટ પર અત્યાર સુધી એક્ટ્રેસે કંઈ પણ રિએક્ટ કર્યું નથી. પણ કેઆરકેના આ પોસ્ટ પર યૂઝર્સ સતત રિએક્શન્સ આપી રહ્યા છે.
કંગનાની આવનારી ફિલ્મો
કંગના રનૌત આ દિવસોમાં પોતાની અપકમિંગ ફિલ્મ ચંદ્રમુખી 2ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ 28 સપ્ટેમ્બરે રીલિઝ થઈ રહી છે અને તેનું પ્રમોશન કંગના ઘણા સમયથી કરી રહી છે. આ સિવાય કંગનાની પાસે અનેક ફિલ્મો છે. આ ફિલ્મોમાં ઈમરજન્સી અને તેજસ સૌથી વધારો ચર્ચામાં છે. કંગના છેલ્લે 2022માં ધાકડ ફિલ્મમાં જોવા મળી હતી. હાલમાં કંગનાની પ્રોડ્યુસરના રૂપમાં ફિલ્મ ટીકૂ વેડ્સ શેરૂ રીલિઝ થઈ હતી.