• ફિલ્મનું શૂટિંગ શરૂ કરાયુ
  • કાંતારાની પ્રિક્વલ કહેવાશે ફિલ્મ
  • ગાઢ જંગલોની શોધમાં છે રિષભ

કાંતારા ફિલ્મની સુપર સક્સેસ બાદ હવે તેની પ્રિક્વલનું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. પોસ્ટર સામે આવતા જ તેની જોરશોરથી ચર્ચા થવા લાગી. હવે દર્શકો માત્ર ફિલ્મની રિલીઝની રાહ જોઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે, કાંતારાની વાર્તા હવે પ્રિક્વલ તરીકે રજૂ કરવામાં આવશે.

વાર્તાના મૂળ વિષય સાથે નહીં કરાય છેડછાડ

હુંબાલે ફિલ્મ પ્રોડક્શનના બેનર હેઠળ બની રહેલી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. નિર્માતા વિજય કિરાગંદુર કહે છે કે 'કાંતારા ગયા વર્ષની સૌથી વધુ ચર્ચિત ફિલ્મોમાંની એક રહી છે. તેણે દરેક પ્રકારના દર્શકોનું મનોરંજન કર્યું છે. બધાએ આ ફિલ્મ સ્વીકારી છે. કાંતારા 2નું સ્કેલ હજુ પણ મોટું થવાનું છે. જે રીતે દર્શકોની અપેક્ષાઓ વધી છે તે સ્વાભાવિક છે. હું કહીશ કે ધ્યાન ફક્ત તેના મુખ્ય વિષય પર રહેશે. અમે તેના વિષય સાથે કોઈ ફેરફાર નથી કરી રહ્યા, વાર્તા એ જ રહેશે, દિવ્યતાનું પરિબળ પણ એ જ રહેશે. એ બધી બાબતોને અકબંધ રાખીને અમે એક મોટી ફિલ્મ લાવવાના છીએ.

બજેટ ડબલ કરાયુ

કાંતારા 2 ના બજેટ વિશે વાત કરતા નિર્માતા કહે છે, 'એ સ્પષ્ટ છે કે બજેટ અગાઉની ફિલ્મ જેટલું નહીં હોય. આ ફિલ્મ પ્રિક્વલ છે એટલે એ જમાનાને બતાવવી પડશે. જેમાં અનેક વોર સિક્વન્સ બનાવવાના છે. મોટા મહેલો હશે, પાત્રોનો ગેટઅપ પણ એ જમાનાનો હશે. જો કે, અમારો શ્રેષ્ઠ પ્રયાસ છે કે ફિલ્મમાં વધુ VFXનો ઉપયોગ ન થાય. અમે ઓર્ગેનિક લોકેશન પર જ શૂટિંગ કરવાના છીએ. આ બધાને કારણે બજેટ ચોક્કસપણે થોડું વધશે. અલબત્ત, અમે તેને ભવ્ય બનાવીશું, પરંતુ પ્રયત્ન એ છે કે અમે તેના મૂળ વિષયથી હટી ન જઈએ. પાર્ટ વનનું બજેટ 16 કરોડનું હતું, જે માત્ર કન્નડ ભાષામાં જ બનાવવામાં આવ્યું હતું. તે જ સમયે, જ્યારે તેને 6 ભાષાઓમાં ડબ અને પ્રમોટ કરવામાં આવ્યું હતું, તે સમયે પણ બજેટ 30 થી 35 કરોડ રૂપિયા હતું. હવે તેની પ્રિક્વલ માટે ડબલ પૈસા ખર્ચ થશે. આમાં ઈન્ડસ્ટ્રીના કેટલાક મોટા નામો પણ સામેલ થશે. ગાઢ જંગલોમાં શૂટ કરવા માટે થોડા VFX, ખાસ કેમેરાનો ઉપયોગ કરાશે. આવી સ્થિતિમાં, લોજિસ્ટિક્સ ચોક્કસપણે વધશે. અમે તેના ફ્લેવર અને કોન્સેપ્ટથી બિલકુલ વિચલિત થઈશું નહીં. પંજુલીની રચના કેવી રીતે થઈ? દૈવાસાનો સ્ત્રોત શું હતો? આ તમામ પાસાઓ પર વાર્તાનું માળખું વણાયેલું છે.

પોસ્ટરની વિગતો વિશે વાત કરતાં વિજય કહે છે કે કોંકણની સ્થાપના કેવી રીતે થઈ અને તેના સર્જક કોણ હતા. આ પોસ્ટરમાં રીષભ આ બે મુખ્ય બાબતો બતાવવાનો પ્રયાસ કરી રહ્યો છે. તમે જોશો કે પોસ્ટરમાં ત્રિશુલ અને એક્સ બંને છે. દરિયાકાંઠાના વિસ્તારની વાર્તા પરશુરામે બનાવી છે અને આ વાર્તામાં શિવની ભૂમિકા પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. પોસ્ટર શિવ અને પરશુરામના પ્રતીકાત્મક સ્વરૂપમાં બનાવવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પોસ્ટરને બનાવવામાં દસ દિવસનો સમય લાગ્યો હતો.

શૂટિંગ શરૂ થઇ ગયુ

ફિલ્મના શૂટિંગ અંગે વિજય કહે છે કે, અમે મુર્હુત શૂટથી ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. દર મહિને 10 થી 15 દિવસનું શૂટિંગ થશે. અમારો પ્રયાસ છે કે ફિલ્મ 6 થી 8 મહિનામાં પૂરી થાય. તે પછી પ્રોડક્શનમાં 3 થી 4 મહિનાનો સમય લાગશે. આ વર્ષના અંતમાં અથવા 2025ની શરૂઆતમાં ફિલ્મ રિલીઝ થવાની યોજના છે. સ્થાનો ફક્ત કર્ણાટકના દરિયાકાંઠાના વિસ્તારમાં છે. રીષભને ગાઢ જંગલ નથી મળી રહ્યું, અમે શ્રીલંકામાં કેટલીક જગ્યાઓ ફાઇનલ કરી છે.

  • Follow us on: