• કોફી વિથ કરનમાં પહોંચ્યા વિક્કી – કિયારા
  • પતિ સિદ્ધાર્થ વિશે કરી વાત
  • વિકીએ પત્ની કેટરીનાને લઇ કર્યા ખુલાસા

કરણ જોહરનો ચેટ શો કોફી વિથ કરન દર સીઝનમાં તેના ચાહકો માટે સેલેબ્સની નવી ગોસિપ લાવે છે. આ વખતે પણ શોની નવી સીઝનમાં કરણે સેલેબ્સના ઘણા મોટા રહસ્યો જાહેર કર્યા છે. હવે કોફી વિથ કરણ 8ના આગામી એપિસોડનો પ્રોમો રિલીઝ કરવામાં આવ્યો છે. જેમાં વિકી કૌશલ અને કિયારા અડવાણી સાથે જોવા મળ્યા હતા.

કોફી વિથ કરનમાં પહોંચી કિયારા

સિદ્ધાર્થ મલ્હોત્રા અને વરૂણ ધવન અગાઉ કોફી વિથ કરણમાં જોવા મળ્યા હતા. હવે સિદ્ધાર્થની પત્ની કિયારા અડવાણી પણ આ શોનો ભાગ બની છે. વિક્કી કૌશલ પણ તેની ફિલ્મ સામ બહાદુરનું પ્રમોશન કરવા તેની સાથે આવ્યો હતો. આ દરમિયાન કરણ જોહરે કિયારા અને વિકીને તેમના અંગત જીવન અંગે ઘણા પ્રશ્નો પૂછ્યા છે.

આ રીતે સિદ્ધાર્થે કિયારાને કર્યું હતુ પ્રપોઝ

કિયારા અડવાણીએ તેના લગ્ન પછી કરણ જોહરના શો પર પહેલીવાર ખુલાસો કર્યો હતો કે સિદ્ધાર્થ મલ્હોત્રાએ તેને પહેલીવાર ક્યારે અને ક્યાં પ્રપોઝ કર્યું હતું. કિયારાએ જણાવ્યું કે સિદ્ધાર્થે તેને રોમમાં પ્રપોઝ કર્યું હતું અને તે સમયે બંને સાથે સમય પસાર કરવા માટે ત્યાં ગયા હતા. કિયારા અડવાણીએ વધુમાં જણાવ્યું કે જ્યારે સિદ્ધાર્થ વિક્કી કૌશલ સાથે કોફી વિથ કરણની 7મી સીઝનનો ભાગ બનવા જઈ રહ્યો હતો, ત્યારે તેણે તે પહેલા જ તેને પ્રપોઝ કર્યું હતું. વિકી કૌશલ અને કરણ જોહર આ સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયા. વિક્કી કૌશલે એમ પણ કહ્યું કે કિયારા ખૂબ જ સારી રીતે રમત રમે છે. આ સિવાય તેણે પત્ની કેટરિના કૈફ સાથે જોડાયેલા ઘણા ખુલાસા કર્યા છે.

સામ બહાદુરને લઇ ચર્ચામાં છે વિક્કી કૌશલ

વિક્કી કૌશલના વર્કફ્રંટની વાત કરીયે તો આ દિવસોમાં તે પોતાની ફિલ્મ સામ બહાદુરને લઇ ચર્ચામાં છે. 1 ડિસેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મે 3 દિવસમાં 25 કરોડની કમાણી કરી છે. ફિલ્મે ભલે ધીમી ગતીએ કમાઇ રહી હોય તેમ છતા લોકો સોશિયલ મીડિયા પર વિક્કી કૌશલના અભિનયના જોરદાર વખાણ કરી રહ્યાં છે.

  • Follow us on: