- સામ બહાદૂર રિલીઝ થતા કેટરિનાએ મસ્ત પોસ્ટ મૂકી
- સામ બહાદૂરનો જોરદાર રીવ્યૂ આપી વખાણ કર્યા
- ફેન્સે પણ કેટરિનાને બેસ્ટ વાઈફ કહી સેલ્યુટ કર્યું
વિકી કૌશલની સેમ બહાદુર રણબીર કપૂરની એનિમલ સાથે 1 ડિસેમ્બરે રિલીઝ થઈ છે, જેને ચાહકો તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. આ દરમિયાન, વિકી કૌશલની પત્ની અને ટાઈગર 3 અભિનેત્રી કેટરિના કૈફે સામ બહાદુરનો રીવ્યૂ આપ્યો છે, જે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યો છે. વાસ્તવમાં ઈન્સ્ટાગ્રામ પર સામ બહાદુરનું પોસ્ટર શેર કરતી વખતે એક લાંબુ કેપ્શન લખ્યું હતું.
આવુ મસ્ત કેપ્શન લખ્યું
કેપ્શનમાં કેટરીના કૈફે લખ્યું, સામ બહાદુર, મેઘના ગુલઝાર, આવી કાવ્યાત્મક રીતે સુંદર ક્લાસિક ફિલ્મ, જે આપણને બીજા યુગમાં લઈ જાય છે. તમે દરેક શોટમાં તેની વાર્તા કહેવાનો તેમનો જુસ્સો અને વિગતવાર ધ્યાન જોઈ શકો છો. અને સેમ!!!... ગ્રેસ, બહાદુરી, ધૈર્ય કેવું પ્રદર્શન, દોષરહિત, હું આશ્ચર્યમાં છું, તમે ખૂબ જ પ્રેરણાદાયી છો, તમારી કળા માટે અદ્ભુત રીતે અલગ રીતે સાચા છો. તમને સ્ક્રીન પર ચમકતા જોઈને ખૂબ ગર્વની લાગણી થઈ. છેલ્લા એક વર્ષમાં, મેં તમને આ ફિલ્મ સાથે અનુકૂલન સાધતા અને સેમમાં પરિવર્તિત થતા જોયા છે વિકી કૌશલ. યાદ રાખવા જેવું પ્રદર્શન. રોની સ્ક્રુવાલા અને આરએવીપી મૂવીઝને અભિનંદન.
ક્લેક્શન પર રહેશે નજર
આ પોસ્ટ શેર કર્યા બાદ વિક્કી કૌશલે રિએક્શન આપ્યું અને લખ્યું, તમે મારી સુપરપાવર છો. અને હાર્ટ ઇમોજી શેર કર્યું. એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યું, અમે સહાયક પત્ની સાથે ઉભા છીએ. અન્ય એક યુઝરે લખ્યું, લવ યુ કેટ, સપોર્ટિવ વાઈફ યુ આર, અન્ય એક યુઝરે લખ્યું હતું કે, કેટરિના વિકીની સામ બહાદૂર ફિલ્મ સૌથી બેસ્ટ છે. જોકે, આ ફિલ્મ સાથે એનિમલ પણ રિલીઝ થઈ રહી છે. જોવાનું એ રહે છે કે, કઈ ફિલ્મ કેટલું મોટું ક્લેક્શન કરી જાણે છે.