આ યાદીમાં રણવીર અને દીપિકા તો છે જ. પણ પ્રિયંકા અને નિક પણ કંઈ કમ નથી. તો પરિણિતી અને રાઘવના મેરેજ પણ ઓછા ન આંકી શકાય. પરિણીતી અને રાઘવના મેરેજાની પ્રાથમિક કોસ્ટ ગણવામાં આવે તો આંકડો 40 કરોડને પાર થઈ જાય છે. આ એક અંદાજીત રકમ છે. ઉદેપુરના રાજવી ઠાઠ સમાન લીલા પેલેસમાં આ જોડીએ ફેરા ફર્યા હતા. જેની સુંદરતા કોઈ રાજાના પેલેસ કરતા ઓછી નથી. આ ઉપરાંત તાજ લેકે પેલેસમાં પણ પરિણિતીનો મંડપ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં રાજસ્થાનની બાંધણીનો ઠાઠમાઠ જોઈ શકાય છે. આ માહોલ વચ્ચે એના લગ્નની વિધિ ખતમ થઈ હતી. લીલા પેલેસ પણ પિછોલા લેકના કિનારે આવેલી મસ્ત હોટેલ છે. જ્યાંનું જમવાનું સૌથી બેસ્ટ માનવામાં આવે છે. જ્યારે મેવાડી ક્રાફ્ટ વચ્ચે એક થિમ તૈયાર કરવામાં આવી હતી.

અનુષ્કા વિરાટ બન્યા વિરૂષ્કા
ઈટાલીની ધરતી પર આલિશાન પેલેસમાં વિરાટ અને અનુષ્કાએ સાત જન્મ સુધી સાથે રહેવાના પ્રોમિલ લીધા હતા. 11 ડિસેમ્બરના રોજ એની મેરેજ એનિવર્સી છે. આ લગ્નનને એક પ્રાયવેટ સેરેમનીની જેમ સેલિબ્રેટ કરવામાં આવ્યા હતા. ટ્રેડિશન ચુડામાં વિરાટ અને અનુષ્કાએ લગ્ન કર્યા હતા. એટલું જ નહીં વિરાટ અને અનુષ્કાનું પ્રિવેડિંગ શૂટ પણ અહીંયાના બેસ્ટ લોકેશન પર કરવામાં આવ્યું હતું. વિદેશની ધરતી પર લગ્ન કરીને જ્યારે દંપતિ સ્વદેશ પરત આવ્યું ત્યારે દિલ્હી અને મુંબઈ એમ બે જગ્યાઓ પર ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. એક ગણતરી અનુસાર સૌથી ખર્ચાળ અને આલિશાન લગ્નની યાદીમાં આ દંપતિના લગ્ન પ્રથમ ક્રમે આવે છે.
દીપવીરની જોડી પણ ઈટાલીમાં બની
ઈટાલીની ધરતી પર વધુ એક કપલે ફેરા ફર્યા હતા. દીપીકા અને રણવીરસિંહના લગ્ન ઈટાલીમાં આવેલા શાહી પેલેસ એવા વિલાડેલ બલબિઆનનેલોમાં થયેલા છે. પહાડીઓથી ઘેરાયેલા આ પેલેસનું લોકેશન જ અદભૂત છે. જ્યારે ઓવરઓલ લગ્નની વાત કરવામાં આવે તો વિરાટ અનુષ્કા બાદ આ દંપતિના લગ્નનો ખર્ચ એ યાદીમાં બીજા ક્રમે આવે છે. અહીં એક સામાન્ય રૂમનું ભાડું 24 લાખ રૂપિયા ઈન્ડિયન કરંસી અનુસાર છે. જ્યારે લગ્નનો ખર્ચો 90 કરોડ આસપાસ માનવામાં આવે છે. જોકે, બન્નેના પરિવારજનોએ અહીં પાંચ દિવસનું રોકાણ કર્યું હતું. એ પછી તેઓ મુંબઈ આવ્યા હતા. પછીથી મુંબઈમાં ગ્રાન્ડ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

દિલ્હીમાં દુલ્હનિયા તૈયાર
સૈફ અને કરીનાના લગ્ન આપણા જ દેશમાં થયેલા છે. રાજધાની દિલ્હીમાં ઔરંગઝેબ રોડ પર આવેલા વીઆઈપી બંગલોમાં આ કપલે ફેરા ફર્યા હતા. જોકે, સૈફઅલી ખાનના આ બીજા લગ્ન હતા. જ્યારે એના લગ્ન થયા એ સમયે દસ કરોડ રૂપિયાનો ખર્ચો થયો હોવાનું માનવામાં આવે છે, જોકે, કરીનાનો વેડિંગ ડ્રેસ આજે પણ ચર્ચાનો વિષય છે, જેમાં ગોલ્ડથી આર્ટ વર્ક કર્યું હોવાનું માનવામાં આવે છે. લગ્નના ત્રણ મહિના પહેલા આ ડ્રેસને તૈયાર કરવામાં આવ્યો હતો. એ પછી એક્ટ્રેસના ફિટિંગ અનુસાર કસ્ટમાઈઝડ કરાયો હતો.

રાજવી પેલેસીમાં વિવાહ
કિયારા અને સિદ્ધાર્થે આ વખતે પોતાની પહેલી કરવા ચૌથ મનાવી હતી. રાજસ્થાનના મહાનગર જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં આ કપલે ફેરા ફર્યા હતા. માત્ર ડેસ્ટિનેશન વેડિંગની વેડિંગ કોસ્ટ 5 કરોડ રૂપિયા હોવાનો અંદાજ છે. જ્યારે પ્રિવેડિંગ, આઉટફિટ, ટ્રાંસપોર્ટ અને પાર્ટીનો ખર્ચો અલગ. જોકે, લિમિડેટ મહેમાનો વચ્ચે દંપતિએ લગ્ન કર્યા હતા. એ પછી તેઓ મુંબઈ આવ્યા હતા. અને એક નહીં પણ બે પાર્ટી પોતાના ફ્રેન્ડ અને ફેમિલીને આપી હતી. આ જોડીએ એક નવી રીત શરૂ કરી હતી. એકબીજાને પ્રણામ કરીને એકમેકને વચન આપવાનો ટ્રેન્ડ શરૂ કર્યો જે આજના મેરેજ ફંક્શનમાં જોઈ શકાય છે.
ઉમેદ ભવનમાં પ્રોમિસ લીધા
રાજસ્થાનના મહાનગર જોધપુરમાં આવેલા ઉમેદ ભવનમાં શાહી અંદાજમાં પ્રિયંકા અને નિકે લગ્ન કર્યા હતા. એવું કહેવાય છે કે, પ્રિવેડથી લઈ ઈવેન્ટ સુધીનું એક પેકેજ અહીં 4 કરોડ રૂપિયાનું પડે છે. હવે રિંગસેરેમનીથી લઈને સપ્તપદીના વચન લેવા સુધીની વિધિ અહીં કરવામાં આવી છે. પાંચથી છ દિવસના ફંક્શનની તૈયારીઓ એક મહિના પહેલા અહીં શરૂ કરવામાં આવી હતી. એ પછી એક એક દિવસની એકથી બે ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જોકે, જ્યારે પણ પ્રિયંકાના લગ્નની વાત કરવામાં આવે તો એના દુલ્હન સેટની ખાસ ચર્ચા કરવામાં આવે છે. રેડ કલરની સાડીને ઓરિજિલ ગુલાબના રંગથી રંગીન કરવામાં આવી હતી.

સલમાનને પણ યાદ રહેશે આ મેરેજ
વિકી કૌશલ અને કેટરિનાએ રાજસ્થાનના બરવારામાં આવેલા સેન્સેસ ફોર્ટમાં લગ્ન કર્યા હતા. જોકે, અહીંની લેવિસ ફેસિલિટી જ જોરદાર છે જ્યાં એક સ્યુટનું ભાડું 5 થી 8 લાખ રૂપિયા છે. ઓવરઓલ ખર્ચની વાત કરવામાં આવે 50 કરોડ જેટલો ખર્ચો મનાય રહ્યો છે. જોકે, વિકી અને કેટરિનાએ ખૂબ જ લિમિટેડ મહેમાનોની વચ્ચે ફેરા ફર્યા હતા. ચર્ચા એવી પણ થઈ રહી હતી કે, વિકી લગ્ન બાદ તરત જ પોતાના કામ પર પહોંચી ગયો હતો. જ્યારે કેટિરના એ સમયે ટાઈગર ફિલ્મના શુટિંગ સેટ પર પહોંચી ગઈ હતી.