• કપિલ શર્મા અને સુનિલ એક લાંબા સમય બાદ એકસાથે
  • સુનિલ ગ્રોવરે જ વીડિયોમાં હિન્ટ આપી દીધી આની
  • પેટ પકડીને હસાવશે આ આખી મજાકીયા ટોળકી

જાણીતા કોમેડિયન અને એક્ટર કપિલ શર્મા લાંબા સમયથી નાના પડદા પર દર્શકોનું મનોરંજન કરી રહ્યા છે. કપિલ શર્માએ તેના ટેલિવિઝન શોથી દર્શકોને ખૂબ હસાવ્યા છે અને હવે તે આ કોમેડીને એક ડગલું આગળ લઈ જઈ રહ્યો છે. હાલમાં જ કપિલ ઘર બદલીને નવા ઘરમાં એન્ટ્રી કરવાનો છે. હકીકતમાં આ એનો નવો સેટ છે. જ્યાંથી નવો શૉ પ્રસારિત થવાનો છે. તે કહેતો જોવા મળ્યો હતો - 'ઘર બદલાઈ ગયું છે, પરિવાર નહીં.' તેમના નિવેદનનો અર્થ થોડા સમય પહેલા જ સ્પષ્ટ થઈ ગયા હતા. હવે દર્શકો માટે એક મોટું સરપ્રાઈઝ છે. કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર ફરી એકવાર સાથે જોવા મળશે.

વીડિયો શેર કરીને વાત કરી

ખરેખર, નેટફ્લિક્સે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોની શરૂઆત કપિલ શર્માથી થાય છે અને આ પછી સુનીલ ગ્રોવર દેખાય છે. થોડા સમય માટે તો એવું લાગે છે કે, કોઈ બે શૉ આવી રહ્યા છે. પણ હકીકતમાં બન્ને સાથે આવવાના છે એ વાત નક્કી ચૂકી છે. અગાઉ એક લાંબા સમય સુધી બન્ને વચ્ચે અબોલા રહ્યા હતા. એ પછી હવે ફરી એકવખત વચ્ચે વચ્ચે મિત્રતા થઈ જતા દર્શકોને પેટ પકડીને હસાવવા માટે ટોળકી તૈયાર છે. વીડિયોની વાત કરીએ તો ધીમે-ધીમે શોના અન્ય સ્પર્ધકો એટલે કે કૃષ્ણા અભિષેક, કીકુ શારદા, રાજીવ ઠાકુર અને અર્ચના પુરણ સિંહ પણ આવે છે. આ બધા એકસાથે હસતા અને મજાક કરતા જોવા મળે છે.




ઑપનિંગ પર સૌની નજર

વર્ષ 2017માં કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે વિવાદ થયો હતો. રિપોર્ટ્સ અનુસાર, 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ'ની ટીમ ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક શોમાંથી પરત ફરી રહી હતી. ત્યારબાદ સુનીલ ગ્રોવર અને કપિલ શર્મા વચ્ચે ફ્લાઈટમાં કોઈ મુદ્દે ઝઘડો થયો હતો. આ વિવાદ એટલો વધી ગયો કે તે પછી બંનેએ ક્યારેય સાથે કામ કર્યું નથી. આ પછી હવે ફરી એકવખત કપિલ અને સુનિલ ગ્રોવર સાથે કોમેડીના મંચ પર એક સાથે આવી રહ્યા છે. જોવાનું એ રહે છે આ શૉનું ઑપનિંગ કેવું રહે છે. 

  • Follow us on: