- દીપિકા અને રણવીર પહેલી વખત અંગત જીવન પર બોલ્યા
- કરણ જોહરને કહ્યું આ તો થરકી અંકલ
- રામલીલામાં કરીનાનું નામ પહેલા ફાઈન કરાયું હતું.
'કોફી વિથ કરણ 8' શૉ તારીખ 26 ઓક્ટોબરથી શરૂ થઈ ગયો છે. બોલિવૂડનું ફેવરિટ કપલ રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પ્રથમ મહેમાન તરીકે આવ્યા હતા. આ દરમિયાન કરણ જોહરે બંનેનો સુંદર પરિચય આપ્યો હતો. તેણે કપલના વખાણ કરતા કહ્યું કે તે બંને અદ્ભુત દેખાઈ રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે, બંનેને જોઈને તેના મગજમાં કંઈક ચાલી રહ્યું હતું અને આટલું કહીને તે ચૂપ થઈ ગયો. તેમના જવાબમાં રણવીરે પણ કરણ જોહરને 'થરકી અંકલ' કહીને બોલાવ્યો હતો.
પહેલી વખત કપલ કોઈ શૉમાં
વેલ, પહેલીવાર રણવીર સિંહ અને દીપિકા કપલ તરીકે ચેટ શોમાં ગયા છે. બંનેની ઓળખાણ પછી કરણ જોહર તરફથી વિવાદાસ્પદ સવાલોનો રાઉન્ડ શરૂ થયો હતો. કરણ જોહરે પહેલો સવાલ તેમની લવ સ્ટોરીની શરૂઆત વિશે પૂછ્યો હતો. જેના જવાબમાં રણવીર સિંહે મોટો ખુલાસો કરતા કહ્યું કે, દીપિકા પાદુકોણ પહેલા 'રામલીલા'ની હિરોઈન ન હતી. આ ફિલ્મ માટે દીપિકા પહેલા કરીના કપૂરને કાસ્ટ કરવામાં આવી હતી. શૂટિંગ શરૂ થવાના એક અઠવાડિયા પહેલા જ તેણે આ ફિલ્મ કરવાની ના પાડી દીધી.
રણવીરે નામ સજેસ્ટ કર્યું
આવી સ્થિતિમાં સંજય લીલા ભણસાલી સામે એક નવો પડકાર આવ્યો. આવી સ્થિતિમાં કોને કાસ્ટ કરવામાં આવે તે અંગે સૌ કોઈ વિચારી રહ્યા હતા. આ દરમિયાન રણવીરે દીપિકા પાદુકોણનું નામ સૂચવ્યું. તે દરમિયાન તાજેતરમાં જ 'કોકટેલ' રિલીઝ થઈ હતી અને રણવીરને તે ફિલ્મમાં દીપિકાનું કામ ગમી ગયું હતું. આ રીતે દીપિકા પાદુકોણ નવી હિરોઈન તરીકે પ્રવેશી હતી. આ પહેલીવાર નથી જ્યારે કરીનાએ ભણસાલી સાથે કામ કરવાની તક ગુમાવી હોય.
ચોખ્ખી ના પાડી દીધી
અભિનેત્રીએ આ પહેલા પણ એકવાર ડિરેક્ટરની ફિલ્મ 'દેવદાસ' છોડવી પડી હતી. દેખીતી રીતે, કરીના પારોનું પાત્ર ભજવવાની હતી. જે ફિલ્મમાં ઐશ્વર્યા રાય બચ્ચને ભજવી રહી હતી. કરીનાએ ખુલાસો કર્યો હતો કે ફિલ્મ માટે સાઈનિંગ અમાઉન્ટ આપવા છતાં સંજયે અચાનક તેને રિપ્લેસ કરી દીધી હતી. જેના પછી તેને તેના કારણે દુઃખ થયું હતું. કરીનાને જ્યારે એક એવોર્ડ ફંક્શનમાં પૂછવામાં આવ્યું એ સમયે તેમણે કહ્યું હતું કે, ક્યારેક સંજય લીલા ભણસાલી સાથે કામ કરીશે ત્યારે તેમણે સ્પષ્ટ શબ્દોમાં ના પાડી દીધી હતી.