• પઠાણનો રેકોર્ડ તોડીને નવો માઈલસ્ટોન કરી શકે
  • તારીખ 19 ઑક્ટોબરના રિલીઝ થશે લિયો
  • વિજયનો એક મોટો ચાહકવર્ગ જોડાયેલો

થાલપતિ વિજય અને સંજય દત્તની ફિલ્મ 'લિયો' તારીખ 19 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. ખરેખર, આ ફિલ્મ તમિલ, તેલુગુ અને હિન્દી ભાષાઓમાં રિલીઝ થઈ રહી છે. પરંતુ, ફિલ્મનું એડવાન્સ બુકિંગ સાઉથમાં જ શરૂ થયું છે. પરંતુ, આશ્ચર્યની વાત એ છે કે, થાલપતિ વિજયનો દક્ષિણમાં એટલો મોટો ક્રેઝ છે. તેની ફિલ્મે એડવાન્સ બુકિંગમાં પઠાણ અને ગદર 2 બંનેને પાછળ છોડી દીધા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ પહેલા દિવસે 'જવાન'નો રેકોર્ડ પણ તોડી નાખશે.

એડવાન્સ બુકિંગ રેકોર્ડ બ્રેક

દક્ષિણમાં એડવાન્સ બુકિંગ દ્વારા 'લિયો'ની 13,69,212 ટિકિટ વેચાઈ છે. સેકનિલ્કના અહેવાલો અનુસાર, શાહરૂખ ખાનની ફિલ્મ 'પઠાણ'ની 10,81,091 ટિકિટ વેચાઈ હતી. જ્યારે સની દેઓલની ફિલ્મ 'ગદર 2'ની 7,22,821 ટિકિટ વેચાઈ હતી. તેનો અર્થ એ કે થાલાપતિ વિજયે એડવાન્સ બુકિંગમાં 'પઠાણ' અને 'ગદર 2'ને પાછળ મૂકી દીધા છે. 'લિયો' માટે સાઉથમાં સવારે 4 વાગ્યાનો શો યોજાવાનો હતો. પરંતુ, કોર્ટે આને મંજૂરી આપી ન હતી. આવી સ્થિતિમાં ફિલ્મનો પહેલો શો સવારે 7 વાગ્યે રાખવામાં આવ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે 'લિયો' પહેલા દિવસે વિશ્વભરમાં 130 કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ કરી શકે છે.

રિલીઝ બાદ ખ્યાલ આવશે

જો આમ થશે તો 'લિયો' શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન'ને હરાવવામાં સફળ થશે. કારણ કે 'જવાન'એ પહેલા દિવસે 129.6 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. 'લિયો' વર્ષ 2023ની સૌથી મોટી ઓપનર બની જશે. જોકે આવું થશે કે નહીં તે તો 19 ઓક્ટોબરે જ ખબર પડશે. જવાન બેક ટુ બેક પાંચ અઠવાડિયા સુધી મોટા સિનેમાઘરમાં યથાવત રહી છે. બીજી બાજુ બીજીબાજું લિયોમાં વિજયને ચાહનાર એક મોટો વર્ગ છે.


  • Follow us on: