- હાર્દિક પંડ્યા અને નતાસા સ્ટેનકોવિકના છૂટાછેડાની ફરી એકવાર ચર્ચા થઈ રહી છે
- આ કપલ એકસાથે ન જોવા મળતા આ સમાચારો વારંવાર આવે છે
- હાલમાં નતાશાની પોસ્ટ વાયરલ થઈ રહી છે
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકના છૂટાછેડાની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. આ પહેલા નતાશાએ ભારતને ટી20 વર્લ્ડકપ જીતવા પર પણ મૌન સેવ્યું હતું. આ પછી પણ નતાશાની પોસ્ટને લઈને ફેન્સ માત્ર કપલના છૂટાછેડાની જ વાતે જોર પકડ્યું છે.
છૂટાછેડાની ચર્ચા ફરી શરૂ થઈ
ટી20 વર્લ્ડકપમાં ભારતની જીત અંગે મૌન રહ્યા બાદ, ફેન્સ આશા હતી કે હાર્દિક અને નતાશા અંબાણીના નાના પુત્રના લગ્નમાં સાથે જોવા મળશે, પરંતુ ફરીથી ફેન્સની આશા પર પાણી ફરી વળ્યું. અનંત-રાધિકાના લગ્નમાં પણ હાર્દિક એકલો જોવા મળ્યો હતો. હાલમાં નતાશાએ એક પોસ્ટ શેર કરી છે જે ફેન્સને ફરીથી મૂંઝવણમાં મૂકે છે.
એક્ટ્રેસે આ કરી પોસ્ટ
નતાશા સ્ટેનકોવિકે તેના ઈન્સ્ટાગ્રામ પર એક લેટેસ્ટ સ્ટોરી શેર કરી છે. આ સ્ટોરીમાં જોઈ શકાય છે કે એક ટ્રોલી બેગ છે અને તેની બાજુમાં કપડાં પણ રાખવામાં આવ્યા છે. પોસ્ટ શેર કરતી વખતે, એક્ટ્રેસે કેપ્શનમાં લખ્યું છે કે વર્ષનો તે સમય છે... આ સાથે તેણે ટીયર ઈમોજી, ફ્લાઈટ, હોમ અને હાર્ટ ઈમોજી શેર કર્યા છે. નતાશાની આ પોસ્ટ ફેન્સને કન્ફ્યુઝ કરી રહી છે. લોકો સમજી શકતા નથી કે એક્ટ્રેસ શું કહેવા માંગે છે? આ પોસ્ટને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.

ફેન્સ જોઈ રહ્યા છે કપલની પ્રતિક્રિયાની રાહ
આ પહેલીવાર નથી કે જ્યારે હાર્દિક અને નતાશાના અલગ થવાના સમાચાર સામે આવ્યા હોય. આ વાતો વચ્ચે વચ્ચે અટકી ગઈ હતી, પરંતુ ટી-20 વર્લ્ડકપ પછી ફરી આ ચર્ચાઓએ જોર પક્ડયું છે. હાલમાં અનંત અંબાણીના લગ્નમાં આ કપલ એકસાથે ન જોવા મળવાથી અનેક સવાલો ઉભા થયા છે. ફેન્સ હાર્દિક અને નતાશાની પ્રતિક્રિયાની રાહ જોઈ રહ્યા છે.
Image - Instagram