- નયનતારાના લગ્ન જીવનમાં પડ્યું દુ:ખ
- પતિ વિગ્નેશ શિવનને ઈન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કર્યો
- ફેન્સ તેમના અલગ થવાના સમાચારથી ખૂબ જ ચિંતિત દેખાયા
સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી નયનતારા વિશે એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. કદાચ અભિનેત્રીના લગ્ન જીવનમાં કંઈક સારું નથી ચાલી રહ્યું. નયનતારાની લેટેસ્ટ પોસ્ટ પરથી આ વાતનો અંદાજ લગાવી શકાય છે.
શું નયનતારાના લગ્ન જીવનમાં તકલીફ?
અભિનેત્રીએ હાલમાં પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી જેમાં લખ્યું છે કે, 'તેની આંખોમાં આંસુ હોવા છતાં તે હંમેશા કહેશે મને આ મળ્યું'. અભિનેત્રીએ આ રહસ્યમય પોસ્ટ શેર કરીને ચાહકોને વિચારવા મજબૂર કરી દીધા છે.

નયનતારાએ પતિને 'અનફોલો' કર્યો
એટલું જ નહીં, નયનતારાએ પોતાના પતિ ફિલ્મમેકર વિગ્નેશ શિવનને ઈન્સ્ટાગ્રામ પર 'અનફોલો' કરી દીધા છે. તે જ સમયે, ફેન્સ તેમના અલગ થવાના સમાચારથી ખૂબ જ ચિંતિત દેખાય છે. બંને સાઉથના પ્રિય કપલ તરીકે જોવામાં આવે છે ત્યારે હવે લોકો ચિંતા વ્યક્ત કરી રહ્યા છે કે, શું નયનતારા અને તેના પતિ વચ્ચે કંઈ સારૂ નહીં ચાલી રહ્યું હોય.
બંનેની પ્રથમ મુલાકાત
બંનેના લગ્નને લાંબો સમય થયો નથી. બંનેએ વર્ષ 2021માં સગાઈ કરી અને 2022માં ખૂબ જ ધામધૂમથી લગ્ન કર્યા હતા. આ સંબંધ પતિ-પત્નીમાં બદલાઈ ગયો હતો. બંનેની પહેલી મુલાકાત 2015માં 'નાનુમ રાઉડી'ના સેટ પર થઈ હતી. ફિલ્મના શૂટિંગ દરમિયાન બંને એકબીજાના પ્રેમમાં પડી ગયા હતા. વિગ્નેશ આના ડાયરેક્ટર હતા. લગભગ 6 વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યા પછી બંનેએ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
સરોગસીની મદદથી બાળકનો જન્મ
તમને જણાવી દઈએ કે લગ્નના 4 મહિના બાદ જ સરોગસીની મદદથી કપલે તેમના જોડિયા બાળકોનું સ્વાગત કર્યું હતું. બંને અવારનવાર પોતાના બાળકો સાથેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતા હોય છે.