- નીરજ ચોપરાને અરશદ નદીમની બાયોપિક વિશે પ્રશ્ન પુછતા આપ્યો આવો જવાબ
- પેરિસ ઓલિમ્પિકમાં નીરજ ચોપરા ગોલ્ડ મેડલ ચૂકી ગયો હતો
- અરશદ નદીમ નીરજ ચોપરાની બાયોપિકમાં શાહરૂખ ખાનને નીરજના રોલમાં જોવા માગે છે
પેરિસ ઓલિમ્પિકમાં ભાલા ફેંક સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતનાર પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમની હાલમાં દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. ભલે તેણે આ સ્પર્ધામાં ભારતના નીરજ ચોપરાને જોરદાર લડત આપીને હરાવ્યા, પરંતુ નીરજ ચોપરા અને અરશદ નદીમની મિત્રતા જાણીતી છે. આ જ કારણ છે કે જ્યારે ભૂતપૂર્વ ગોલ્ડ મેડલિસ્ટ નીરજ ચોપરાને પૂછવામાં આવ્યું કે, જો ગોલ્ડ મેડલિસ્ટ અરશદ નદીમ પર બાયોપિક બનાવવામાં આવે છે, તો તે તેમાં કયા બોલિવૂડ સુપરસ્ટારને જોવા માંગશે. આ પ્રશ્નના જવાબમાં નીરજ ચોપરાએ ખૂબ જ રસપ્રદ જવાબ આપ્યો. મેડલ સેરેમની બાદ નીરજ ચોપરાનો એક ઈન્ટરવ્યુ વીડિયો સામે આવ્યો છે, જેમાં તેણે આ જવાબ આપ્યો છે.
અરશદ નદીમ પર બાયોપિક બનાવવાની ચર્ચા
Jio સિનેમાની ઓફિશિયલ વેબસાઈટ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં પેરિસ ઓલિમ્પિકના મેડલ સેરેમનીમાં સિલ્વર મેડલ જીત્યા બાદ હોસ્ટ બ્રોડકાસ્ટરના એન્કરે નીરજ ચોપરાને પૂછ્યું કે, 'જો ગોલ્ડ મેડલ વિજેતા પાકિસ્તાની ખેલાડી અરશદ પર બાયોપિક બને છે તો તમે કયા અભિનેતાને આ ભૂમિકામાં જોવા માંગો છો?' આ પ્રશ્નના જવાબમાં એથ્લેટે જે નામ લીધું તેનાથી અટકળો પર પૂર્ણવિરામ મૂકાયું હતું. જેમા કહેવામાં આવતું હતું કે, શાહરૂખ ખાન અથવા રણબીર કપૂર અરશદ નદીમની બાયોપિકમાં જોવા મળી શકે છે.
નીરજે આ સુપરસ્ટારનું નામ લીધું
નીરજ ચોપરાએ કહ્યું કે, 'જો બાયોપિક બને છે તો તમારે એવા હીરોની શોધ કરવી જોઈએ જેની લંબાઈ સારી હોય. અરશદ નદીમનું કદ ઊંચું છે.' આ પછી એથ્લેટે અમિતાભ બચ્ચનનું નામ લીધું. સાથે એમ પણ કહ્યું કે, બાયોપિકમાં યુવા અમિતાભ બચ્ચન આ ભૂમિકા માટે હોઈ શકતા હતા. તમને જણાવી દઈએ કે અગાઉ જ્યારે અરશદ નદીમને પૂછવામાં આવ્યું હતું કે, જો નીરજ ચોપરા પર બાયોપિક બને તો તે કયા અભિનેતાને જોવા માંગશે. આ પ્રશ્નના જવાબમાં ગોલ્ડ મેડલિસ્ટે અરશદ નદીમે શાહરૂખ ખાનનું નામ લીધું હતું.
નીરજ ચોપરાએ પોતાની હાર સ્વીકારી
ઉલ્લેખનીય છે કે, આ વખતે ભારતના ભાલા ફેંકને પેરિસ ઓલિમ્પિક 2024માં સિલ્વર મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. તે પુરૂષોની ભાલા ફેંક સ્પર્ધામાં સુવર્ણ ચંદ્રક જીતી ચૂક્યો હતો. જોકે તેણે 89.45 મીટરના શ્રેષ્ઠ થ્રો સાથે સિલ્વર મેડલ જીત્યો છે. જ્યારે પાકિસ્તાની ખેલાડી અરશદ નદીમે ગોલ્ડ મેડલ જીત્યો હતો. વર્ચ્યુઅલ પ્રેસ બ્રીફિંગમાં નીરજ ચોપરાએ જણાવ્યું હતું કે, તે ઓલિમ્પિક માટે માનસિક રીતે તૈયાર હતો પરંતુ શારીરિક રીતે તૈયાર ન હતો.