રણબીર કપૂરનું ફોકસ આ સમયે તેની અપકમિંગ ફિલ્મ પર છે. હવે તે ફિલ્મોમાં વ્યસ્ત છે.આમ તો તે લવ એન્ડ વોર ફિલ્મથી વાપસી કરી રહ્યો છે, પરંતુ જે ફિલ્મની સૌથી વધારે રાહ જોઈ રહ્યા છે તે છે રામાયણ.
આ ફિલ્મની પહેલી ઝલક 3 જુલાઈ બતાવવામાં આવશે. આ ખબર પછી ફેન્સની ખુશી ડબલ થઈ ગઈ હતી. હવે આ ફિલ્મથી ઘણી અપડેટ આવી છે, જાણો ફિલ્મની 7 મોટી અપડેટ.
ફિલ્મનું શૂટિંગ કેટલું બાકી?
રણબીર કપૂર આ ફિલ્મમાં રામાયણમાં બે અલગ-અલગ પાર્ટમાં રિલીઝ થવાની છે. હાલમાં જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક્ટર સેટ પર રવિ દુબે અને આખી ટીમ સાથે જોવા મળે છે. કેક કટિંગ પછી લક્ષ્મણને ભેટી પડે છે. આ વીડિયોથી એ જાણકારી સામે આવી છે કે પહેલા પાર્ટનું શૂટિંગ પુંરું થઈ ગયું છે.
ફિલ્મની કાસ્ટ કોણ?
ફિલ્મમાં ઘણા સુપરસ્ટાર્સ જોવા મળવાના છે. જ્યાં રણબીર કપૂર ભગવાન રામના પાત્ર ભજવી રહ્યા છે. તેમજ માતા સીતાનું પાત્ર સાઈ પલ્લવી જોવા મળશે. સની દેઓલ હનુમાન, લક્ષ્મણના પાત્રમાં રવિ દુબે અને રાવણના પાત્રમાં યશ જોવા મળશે. તે સિવાય લારા દત્તા કૈકેયી, શુરપંખા રકુલપ્રીત બનશે અને કાજલ અગ્રવાલ મંદોદરીનો રોલ પ્લે કરશે.
કેટલા મિનિટનું છે ટીઝર?
3 જુલાઈએ ફિલ્મની પહેલી ઝલક સામે આવી હતી. રિપોર્ટ મુજબ, સેન્સર બોર્ડે 3 મિનિટના વિઝયુલ્સને અપ્રુવ કરી દીધું છે. આ વીડિયો ડિજિટલ રીતે મુકવામાં આવ્યો છે. નીતેશ તિવારીની ફિલ્મ રામાયણની શરૂઆતની ઝલક વીડિયોમાં બતાવવામાં આવશે.
ક્યારે થશે ફિલ્મ રિલીઝ?
રામાયણ પાર્ટ-1 2026 દિવાળી પર સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેમજ તે ફિલ્મનો બીજો ભાગ 2027એ દિવાળી પર રિલીઝ કરવામાં આવશે.
ફિલ્મનું બજેટ અને સ્કેલ
રામાયણને લઈને મોટું લેવલ તૈયાર કરવામાં આવી રહી છે. રિપોર્ટ મુજબ, ફિલ્મનું બજેટ 835 કરોડ રૂપિયા બતાવવામાં આવી રહ્યું છે. આ ફિલ્મને નીતેશ તિવારી ડાયરેક્ટ કરી રહ્યા છે. તેમજ નમિત મલ્હોત્રાનું પ્રાઈમ ફોક્સ સ્ટૂડિયો અને યશનું મોનસ્ટર માઈન્ડ ક્રિએશને પૈસા ઈન્વેસ્ટ કર્યા છે.
રામાયણની ટેક ટીમ
ફિલ્મમાં બધું જ પરફેક્ટ રહે તે માટે, નિર્માતાઓએ શ્રેષ્ઠ ટેકનિશિયન ટીમ સાથે સહયોગ કર્યો છે. યશ હોલીવુડના સ્ટંટ ડિરેક્ટર ગાય નોરિસ સાથે તેના ભાગના શૂટિંગ માટે તૈયારી કરતો જોવા મળ્યો હતો. એક વિશ્વ કક્ષાની VFX ટીમ, ભવ્ય સેટ અને ઘણા મોટા લોકો ફિલ્મ સાથે જોડાયેલા છે.
પહેલી ઝલક ક્યાં જોવા મળશે?
રામાયણનો પહેલો લુક 9 મુખ્ય શહેરોમાં લોન્ચ કરવામાં આવશે. જે ફિલ્મની રિલીઝ પહેલાનું એક મોટું પગલું છે. મુંબઈ, દિલ્હી, બેંગ્લોર, ચેન્નાઈ, અમદાવાદ, હૈદરાબાદ, કોલકાતા, પુણે અને કોચીનો છે. હવે પહેલી ઝલકની આતુરતાથી રાહ જોવાઈ રહી છે.













