અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલની મોસ્ટ પોપ્યુલર જોડી હવે ફરી એક વાર ધૂમ મચાવા માટે તૈયાર છે. ફિલ્મ હેરા-ફેરી 3માં આ જોડી ફરી દેખાવાની છે. પ્રિયદર્શન દ્વારા નિર્દેશિત આ ફિલ્મની કોમેડી સીરીઝની ત્રીજી કાસ્ટ હવે ફરી સિનેમાં ઘરોમાં જોવા મળશે.


થોડા સમય પહેલા એવી ખબરો ચાલી રહી હતી કે પરેશ રાવલે આ ફિલ્મ છોડી દીધી છે તેમજ અક્ષય કુમારની કંપનીએ પરેશ રાવલને કાનૂની નોટીસ પણ મોકલી છે. જો કે હવે બધાનું સોલ્યુશન આવી ગયું છે. પરેશ રાવલ આ ફિલ્મ કરી રહ્યા છે અને તેની જાણકારી પોતે પરેશ રાવલે જ આપી છે.

પરેશ રાવલના કમબેક પર સુનીલ શેટ્ટી એ શું કહ્યું?

સુનીલ શેટ્ટીએ એક ઈન્ટરવ્યુમાં પરેશ રાવલના ફિલ્મમાં કમબેક પર રિએક્શન આપ્યું હતું અને સુનીલ શેટ્ટીએ મજાકમાં કહ્યું કે, હું પણ સાંભળી રહ્યો છું કે ફાઈન-ટ્યૂનિંગ થઈ ગયું છે. હવે તો ફિલ્મ રિલીઝ થાય પછી જ વાત કરીશ, તે પહેલા હેરી ફેરી વિશે મારે કોઈ વાત નથી કરવી.

સુનીલ શેટ્ટીએ જણાવ્યું કેવી હશે હેરી-ફેરી 3?

સુનીલ શેટ્ટીએ ફિલ્મ વિશે જણાવ્યું કે હેરા ફેરી 3 પહેલા જેવી જ રહેશે. એક એવી ફિલ્મ હશે જેને દરેક લોકો જોઈ શકશે. તેમજ લોકોને મનોરંજન પણ મળશે. સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આ ફિલ્મ પહેલા બે ભાગ જેવી જ હશે જેને તમે તમારા આખા પરિવાર સાથે જોઈ શકશો અને આનંદ માણી શકશો.

સુનીલ શેટ્ટીએ કહ્યું કે, આ ફિલ્મ એવી રીતે બનાવવામાં આવશે જેને બધા સાથે મળીને જોઈ શકે. તમે એક વાર ટીવી ચાલુ કરી દો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ ફિલ્મ કોમેડીથી ભરપૂર હશે જેનો આનંદ બધા માણી શકશે. તેમજ આગળની વાત હું હવે રિલીઝ પછી જ કહીશ.

હેરાફેરી 3 સાથે શું વિવાદ હતો?

થોડા સમય પહેલા જ્યારે પરેશ રાવલ હેરા ફેરી 3 માંથી બહાર થયા ત્યારે હેરા ફેરીના ફેન્સ ખૂબ જ દુઃખી હતા. બંને કલાકારો વચ્ચેના વિવાદોની ખબરો પણ સામે આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું હતું કે અક્ષય કુમારે પરેશ રાવલ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, તેમજ એક્ટરે તેના વકીલ સાથે મળીને જવાબ આપ્યો છે. અક્ષય કુમારે એમ પણ કહ્યું હતું કે તેની અને પરેશ રાવલ વચ્ચે ચાલી રહેલ આ મામલો ખૂબ જ ગંભીર છે અને તેનું સોલ્યુશન કોર્ટમાં આવશે. જો કે હવે સારા સમાચાર એ છે કે પરેશ રાવલ આ ફિલ્મ કરી રહ્યા છે અને ફેન્સ પણ આ સમાચારથી ખૂબ ખુશ છે. 


  • Follow us on: