બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાને હાલમાં જ તેની રૂમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરને સમર્થન આપ્યું છે. અભિનેતાએ યુલિયા વંતુરની આગામી આંતરરાષ્ટ્રીય શોર્ટ ફિલ્મ 'ઈકોઝ ઓફ અસ'નો ફર્સ્ટ લુક સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. સલમાનની આ પોસ્ટ બાદ તેમના સંબંધોની ચર્ચાઓ તેજ બની છે.
સલમાને ફિલ્મની ટીમને શુભકામનાઓ આપી
સલમાને ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે જેમાં યુલિયાની શોર્ટ ફિલ્મની પહેલી ઝલક જોવા મળી છે. તેણે વીડિયોની સાથે આખી ટીમને શુભેચ્છાઓ પણ પાઠવી છે. સલમાનનો આ હાવભાવ ફેન્સને તેમના સબંધો અંગે વિચારવા મજબૂર કરી રહ્યો છે અને ભાઈજાનનું તેની સાથે કોઈ ખાસ કનેક્શન હોવાની પણ ચર્ચાઓ વધી છે.

યુલિયા પ્રોજેક્ટને લઈને ઉત્સાહિત
'ઈકોઝ ઓફ અસ' યુલિયા વંતુરની પહેલી આંતરરાષ્ટ્રીય ફિલ્મ છે જેનું દિગ્દર્શન રાજન દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મમાં યુલિયા સાથે દીપક તિજોરી અને સ્પેનિશ અભિનેત્રી એલેસાન્ડ્રા વ્હેલન મેરેડિઝ પણ છે. યુલિયા આ પ્રોજેક્ટને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. તેણીએ કહ્યું કે હું આ ફિલ્મનો ભાગ બનીને ખૂબ જ ખુશ છું. આ પાત્ર મારા હૃદયની ખૂબ નજીક છે અને મને લાગે છે કે તે મારી લાગણીઓને ખૂબ સારી રીતે વ્યક્ત કરે છે. તેણીએ એમ પણ કહ્યું કે તે ફિલ્મ વિશે થોડી નર્વસ છે પરંતુ તે દર્શકોના પ્રતિભાવની આતુરતાથી રાહ જોઈ રહી છે.
સલમાન અને યુલિયા વચ્ચેના સંબંધોની ચર્ચા?
સલમાન ખાન અને યુલિયા વંતુર વચ્ચે ઘણા વર્ષોથી અફેર હોવાના અહેવાલો આવી રહ્યા છે. બંને ઘણી વખત ઇવેન્ટ્સ, પાર્ટીઓ અને ફેમિલી ફંક્શનમાં સાથે જોવા મળ્યા છે. બંનેએ ક્યારેય તેમના સંબંધો વિશે કોઈ જાહેર નિવેદન આપ્યું નથી. આ પહેલી વાર નથી જ્યારે સલમાને યુલિયાને સમર્થન આપ્યું હોય, ગયા વર્ષે પણ અભિનેતાએ યુલિયાના જન્મદિવસ પર એક ખાસ પાર્ટીનું આયોજન કર્યું હતું. તેથી ફેન્સના મનમાં તેમના સબંધોનો વિચાર આવ્યો હતો ત્યારે ફરી સલમાન ખાનની પોસ્ટથી અફવાઓ શરૂ થઈ છે.