સલમાન ખાન હંમેશા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. પોસ્ટ શેર કરતાની સાથે જ તેના પર લાખો લાઈકો આવી જાય છે. આ વખતે સલમાને જીમમાંથી પોતાના ફોટા શેર કર્યા છે. ફેન્સ આ ફોટા પરથી નજર હટાવી શકતા નથી. દરેક વ્યક્તિ સલમાનની ફિટનેસના વખાણ કરી રહ્યા છે. ફોટામાં સલમાન પોતાના બાઈસેપ્સ ફ્લોન્ટ કરતો જોવા મળે છે. આ ફોટા સાથે તેણે ફેન્સ એક સલાહ પણ આપી છે.
સલમાને અરીસાનો ફોટો પોસ્ટ કર્યો છે અને તેના શરીરના ઉપરના ભાગને ફ્લોન્ટ કર્યો છે. તે પોતાના બાઈસેપ્સ બતાવી રહ્યો છે. ફોટા શેર કરતી વખતે તેણે લખ્યું-તમે જે વ્યક્તિને અરીસામાં જુઓ છો તેનું ધ્યાન રાખો અને તેનું પ્રોટેક્ટ કરો. તે કામમાં આવશે. લોકો સલમાન ખાનના આ મેસેજની પ્રશંસા કરી રહ્યા છે અને તેને ખૂબ પસંદ કરી રહ્યા છે.













