બિગ બોસ 19ને લઈને ઘણી અપડેટો આવતી રહી છે. જેમાં ફેન્સની એકસાઈટમેન્ટ વધતી જઈ રહી છે. સલમાન ખાનના આ શોની રાહ ફેન્સ ઘણા સમયથી કરી રહ્યા છે. લેટેસ્ટ રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે કે આ શો જુલાઈમાં નદીં પરંતુ ઓગસ્ટના મહિનામાં રિલીઝ થવાનો છે.


મેકર્સે હવે સતત સેલિબ્રિટીને અપ્રોચ કરી રહ્યા છે. હવે એક નવી એપડેટ એ આવી છે કે બિગ બોસ 19 માટે મેકર્સે ડાન્સ ઈન્ડિયા ડાન્સના લિટિલ માસ્ટર્સના વિનર ફૈઝલ ખાનને એપ્રોચ કરવામાં આવ્યો છે.

મેકર્સે આ સીઝન માટે કર્યો અપ્રોચ

મીડિયા રિપોર્ટ મુજબ, બિગ બોસ 19ના મેકર્સે આ દિવસોમાં ફૈઝલ ખાન સાથે વાતચીત કરી રહ્યા છે અને એક્ટરને આ સીઝનમાં સામેલ થવા માટે એપ્રોચ કરવામાં આવ્યો છે, રિપોર્ટ મુજબ ગયા વર્ષ પણ ફૈઝલ ખાનને બિગ બોસ માટે એપ્રોચ કરવામાં આવ્યો હતો જો કે પછી તેને તે શોની ઓફરને નકારી દીધી હતી.

ફૈઝલ શોમાં જોવા મળી શકે છે

બિગ બોસ 19 ના નિર્માતાઓ અને ફૈઝલ ખાન વચ્ચેની વાતચીત પોઝીટીવ દિશામાં આગળ વધી રહી છે. જો બધું બરાબર રહ્યું, તો આ ટીવી ડાન્સર સલમાન ખાનના શોમાં સ્પર્ધક તરીકે જોવા મળી શકે છે. જોકે, જ્યાં સુધી નિર્માતાઓ દ્વારા કંઈક સત્તાવાર રીતે જાહેર ન થાય ત્યાં સુધી, ફૈઝલ ખાનની એન્ટ્રી કન્ફર્મ માની શકાય નહીં.

ફૈઝલ ટીવીથી દૂર જઈ રહ્યો છે

 ફૈઝલ ખાને ડાન્સ ઈન્ડિયા ડાન્સ લિટલ માસ્ટર્સની પહેલી સીઝનમાં પોતાના અદ્ભુત ડાન્સથી જજ અને દર્શકોને પ્રભાવિત કર્યા હતા. તેણે આ શો જીતીને ધમાલ મચાવી દીધી હતી. આ પછી, ફૈઝલે અભિનયમાં પ્રવેશ કર્યો, ત્યારબાદ તે 'મહારાણા પ્રતાપ', 'ચંદ્રગુપ્ત મૌર્ય' અને 'ધરમ યોદ્ધા ગરુડ' જેવા ઘણા શોમાં જોવા મળ્યો. છેલ્લા કેટલાક સમયથી, ફૈઝલ ખાને ટીવીથી અંતર રાખ્યું છે.


  • Follow us on: