બિગ બોસ 17 ફેમ એક્ટ્રેસ ઐશ્વર્યા શર્મા થોડા સમય પહેલા ઓફિશિયલ નિવેદન આપ્યું હતું. એક્ટ્રેસ ખૂબ ગુસ્સામાં હતી. તેની પર્સનલ લાઈફમાં કંઈક તો ડિસ્ટર્બન્સ ચાલી રહ્યું છે અને તેનો અંદાજો તેની પોસ્ટ પરથી લગાવી શકીએ છીએ.
તેણે સોશિયલ મીડિયામાં ઘણા લોકોને ખરી-ખોટી સંભળાવી છે. ઐશ્વર્યા શર્માએ કહ્યું કે હું ચૂપ છું તેનો ફાયદો ના ઉઠાવો.
ઘણા સમયથી ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટના સંબંધને લઈને સવાલો ઉઠી રહ્યા છે. હાલમાં જ એવા સમાચાર આયા હતા કે ઐશ્વર્યા શર્મા અને નીલ ભટ્ટનો સંબંધ ટૂટી ગયો છે. બંને હવે અલગ ઘરમાં રહે છે. છૂટાછેડા પર હવે આખરે ઐશ્વર્યા શર્માએ મૌન તોડ્યું છે. એક્ટ્રેસે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટ કહ્યું કે તે કામના કારણે અલગ ઘરમાં રહે છે. હવે તેણે ઇન્સ્ટાગ્રામમાં એક નિવેદન બહાર પાડ્યું છે.
ખોટી ખબરો ફેલાવાવાળાને આપ્યો જવાબ
ઐશ્વર્યા શર્માએ પોસ્ટમાં લખ્યું કે, હું લાંબા સમયથી ચૂપ છું, એનો મતલબ એ નથી કે હું કમજોર છું. હું મારી શાંતિને પ્રોટેક્ટ કરું છું. પરંતુ જે રીતે તમે લોકો એવી વાતો કહી રહ્યા છો, જે મેં કોઈ દિવસ કીધી નથી અને એવી ખોટી ધારણાઓ બનાવાનું બંધ કરો. મારા નામનું ખોટી રીતે ઉપયોગ ના કરો. આ ખૂબ જ ખરાબ વાત છે.

ઐશ્વર્યા શર્માએ જણાવ્યું સત્ય
ઐશ્વર્યા શર્માએ આગળ લખ્યું કે, મેં કોઈ ઇન્ટરવ્યુ કે સ્ટેટમેન્ટમાં કંઈ જ કહ્યું નથી. જો તમાર પાસે કોઈ પ્રુફ હોય જેમ કે મેસેજ, ઓડિયો કે વીડિયો જેમાં મેં આવું કહ્યું હોય તો મને બતાવો. મારા નામ પર ખોટી ખબરો ફેલાવાનું બંધ કરી દો, મારી જિંદગી કોઈ કન્ટેન્ટ નથી, પ્લીઝ યાદ રાખો કે હું એટલા માટે ચૂપ છું કારણ કે હું મારી શાંતિને પ્રોટેક્ટ કરવા માગું છું. તેમજ તેનો એ પણ મતલબ નથી કે હું કકરાટની ઉપર ડિગ્નિટીને લઈ રહી છું.