પંજાબી સિંગર અને એક્ટર દિલજીત દોસાંઝ હાલ તેની ફિલ્મને કારણે ચર્ચામાં છે. તેની ફિલ્મ સરદારજી -3, જેની ફેનેસ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા હવે તે ફિલ્મ રિલીઝ પહેલા જ વિવાદોમાં ઘેરાઈ ગઈ છે. કારણ કે તે ફિલ્મમાં સિંગર સાથે પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિર છે.
સોમવારે સરદારજી-3 ફિલ્મનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું અને તે ટ્રેલરમાં પાકિસ્તાની એકટ્રેસ હાનિયા આમિરને જોઈને ફેન્સ ગુસ્સે થયા હતા અને દિલજીત દોસાંઝની ફિલ્મને બોયકોટ કરવાનું કહ્યું હતું. તેમજ દિલજીતને પણ બોયકોટ કરવાની માગ કરી હતી. હવે આ વિવાદ વચ્ચે દિલજીતને સપોર્ટ કરવા જસબીર જસ્સી આવ્યો છે.
જસબીર જસ્સીએ શું કહ્યું?
'સરદારજી 3' પર ચાલી રહેલા વિવાદ વચ્ચે જસબીર જસ્સીએ સિંગર દિલજીત દોસાંઝનું સમર્થન કર્યું છે. જસબીર જસ્સીએ કહ્યું, 'હું જોઈ રહ્યો છું કે દિલજીત દોસાંઝ અને તેમની ફિલ્મને સોશિયલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે કારણ કે ફિલ્મમાં એક પાકિસ્તાની અભિનેત્રી છે. હું લોકોની લાગણીઓનું સન્માન કરું છું કે આપણે આપણા દેશને પ્રેમ કરવો જોઈએ. આપણે દેશ સાથે ઊભા રહેવું જોઈએ. તો પછી આ બેવડા ધોરણો કેમ?'
ઓડિયો પ્લેટફોર્મ પરથી ગીતો દૂર કર્યા
જસબીર જસ્સીએ આગળ કહ્યું, 'જો તમે ઇચ્છતા નથી કે કોઈ પાકિસ્તાની કલાકાર ભારતીય ફિલ્મોમાં અભિનય કરે, ગાવે કે કામ કરે અથવા તમે તેમના પર પ્રતિબંધ મૂકવા માગતા હો, તો પણ આપણી ઇન્ડસ્ટ્રીમાં 80% ગીતો ચોરાયેલા છે. પછી ભલે તે ગીતના શબ્દો હોય, સંગીત હોય કે આખું ગીત હોય. આપણી ફિલ્મોમાં ઘણા ગીતો એવા છે જે પડોશી કલાકારો દ્વારા ગાયા છે. આ બેવડું ધોરણ કેમ?' જસબીરે વધુમાં કહ્યું કે જો પ્રતિબંધ હોય, તો તે ગીતોને ઓડિયો પ્લેટફોર્મ પરથી દૂર કરવા જોઈએ.
કોણ છે જસબીર જસ્સી?
જસબીર જસ્સી પંજાબી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના એક મહાન સિંગર અને અભિનેતા છે. તેણે અક્ષય કુમારની ફિલ્મ 'પટિયાલા હાઉસ' નું 'લૌંગ દા લશ્કરા' ગીત ગાયું છે. સિંગરનું પૂરું નામ જસબીર સિંહ બેન્સ હોવા છતાં, તેના ફેન્સ તેને તેના સ્ટેજ નામ જસબીર જસ્સીથી ઓળખે છે. તેની કારકિર્દીમાં, ગાયકે 'દિલ લે ગઈ', 'જસ્ટ જસ્સી' અને 'કુડી ગુજરાત દી' સહિત ઘણા ગીતો ગાયા છે.