બોકસ ઓફિસ પર આજે દર્શકોને ભરપૂર મનોરંજન મળશે. દક્ષિણના મેગાસ્ટાર રજનીકાંતની મચઅવેઈટેડ ફિલ્મ 'કુલી' અને બોલીવુડના સ્ટાર ડાન્સર એક્ટર ઋતિક રોશનની ફિલ્મ 'વોર-2' થિયેટરમાં આજે રિલીઝ થઈ ગઈ છે. આજે 14 ઓગસ્ટના રોજ થિયેટરમાં ઇન્ડસ્ટ્રીના દિગ્ગજ કલાકારોની ફિલ્મ રિલીઝ થતા જ જોરદાર ટક્કર જોવા મળશે. 


50 વર્ષીય અભિનેતાને ફેન્સની ટ્રિબ્યૂટ

રજનીકાંતને સાઉથમાં ભગવાન તરીકે પૂજવામાં આવે છે. અને આજે આ સાઉથ મેગાસ્ટાર 50 વર્ષ પૂર્ણ કર્યા છે. ત્યારે આ ખાસ દિવસે રિલીઝ થયેલ ફિલ્મ 'કુલી'ને લઈને તેના ફેન્સનો પારો આસમાને છે. પહેલા જ દિવસે, દર્શકો પહેલા દિવસના પહેલા શોને સારો પ્રતિસાદ આપી રહ્યા છે .રજનીકાંતની આ ફિલ્મને તેમના 50 વર્ષ પૂર્ણ થવા પર એક યાદગાર સિદ્ધિ તરીકે જોવામાં આવી રહી છે. તેના ફેન્સ અભિનેતાને જોરદાર ટ્રિબ્યૂટ આપવા થિયેટરોમાં પહોંચી ગયા છે. ફિલ્મ શરૂ થાય તે પહેલા ફિલ્મના નિર્માતા દ્વારા રજનીકાંત માટે એક ખાસ વીડિયો બનાવવામાં આવ્યો છે. હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. રજનીકાંતના ફેન્સને આ વીડિયો ખૂબ પસંદ આવ્યો અને તેઓ આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. 

ઋતિક અને  NTRની જોડી લોકોને ખૂબ પસંદ આવી

રજનીકાંતની ફિલ્મ 'કુલી'ની સાથે જ આજે ઋતિક રોશન અને જુનિયર એનટીઆરની ફિલ્મ 'વોર 2' પણ થિયેટરમાં રીલીઝ થઈ છે. આ ફિલ્મને લઈને પણ લોકોમાં જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો. ફિલ્મ વોર 2 રિલીઝ થતાં ફિલ્મ જોવા માટે ચાહકો સવારથી જ સિનેમાઘરોમાં પહોંચી ગયા હતા. ફિલ્મના પહેલા શો વખતે જુનિયર એનટીઆરના એક ચાહકે થિયેટર બહાર મોટું કટઆઉટ લગાવી તેના પર હાર ચઢાવી ફટાકડા ફોડયા હતા. અને થિયેટરમાં જ્યારે ફિલ્મનું ગીત 'જાનબે આલી' વાગ્યું ત્યારે ચાહકો સીટી વગાડી ડાન્સ કરવા લાગ્યા. કહી શકાય કે ઋતિક અને જુનિયર NTRની જોડી લોકોને ખૂબ પસંદ આવી છે.

બોક્સ ઓફિસ પર દિગ્ગજ કલાકારોની ફિલ્મો વચ્ચે ટક્કર

બોક્સ ઓફિસ પર રિતિક રોશનની 'વોર 2' અને રજનીકાંતની 'કૂલી', મહાવીર નરસિંહ અને સુપરડુપર હિટ થયેલ સૈયારા ફિલ્મ વચ્ચે અત્યારે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. આ ફિલ્મોના નિર્માતાઓ અને દર્શકો પણ આ હાઈ-ફિલ્મોફેબનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે. 'વોર 2' અને કૂલી બાદ અહાન પાંડે અને અનિત પદ્દાની ફિલ્મ 'સૈયારા' બેકફૂટ પર જોવા મળી. જો કે આ ફિલ્મે અત્યાર સુધીમાં ભારતમાં ફિલ્મનું બોક્સ ઓફિસ કલેક્શન 300 કરોડ રૂપિયા અને વિશ્વભરમાં 500 કરોડ રૂપિયાથી વધુનું કલેકશન કર્યું છે.

  • Follow us on: