સોની ચેનલ પર આવતા તારક મહેતા શો ઘણા સમયથી ટીઆરપીમાં ટોપ પર છે. અનુપમા સીરિયલને પછાડી તારક મહેતા અત્યારે ટીવીના લોકપ્રિય શોમાં ટોચ પર છે. આગામી ઓગસ્ટ મહિનામાં ટીવી પર નવા શો આવી રહ્યા છે જે તારક મહેતાને ટક્કર આપશે. બોલીવુડ બીગ બી અમિતાભ બચ્ચન અને દંબગ સલમાન ખાન ફરી પોતાના ખાસ શો સાથે ટીવી પર જોવા મળશે. આ ઉપરાંત અન્ય બે નવા શો પણ દર્શકોનું મનોરંજન કરશે.
ઓગસ્ટમાં દર્શકોને આ નવા 4શોથી મળશે ભરપૂર મનોરંજન
બિગ બોસ શો : સલમાનખાન તેના બિગ બોસ શો સાથે પુનઃ ટીવી પર આવશે. બિગ બોસ શો બે દાયકાથી પ્રેક્ષકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શોમાં પ્રખ્યાત સેલિબ્રિટી એક ઘરમાં આવે છે. રાત્રિના સમયમાં આવતો આ શોને લઈને અનેક વખત વિવાદ થયો છે. છતાં આજે આ શો જોવાનું દર્શકોને એટલું જ પસંદ છે. દર વર્ષે આ શોનો સમયગાળો લાંબો થતો જાય છે.
કેબીસી શો : અમિતાભ બચ્ચન છેલ્લા અઢી દાયકાથી આ શોનો હિસ્સો છે. 83 વર્ષીય અમિતાભ બચ્ચન આ શોનું સંચાલન કરશે. કહી શકાય કે ટીવીના પડદા પર પણ અમિતાભનો જાદુ કાયમ રહ્યો છે. બિગ બી પણ આ મોટા શો સાથે વાપસી કરી રહ્યા છે. દેશનો સૌથી હિટ રિયાલિટી શો છે જેમાં લોકોને વિવિધ વિષય સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવે છે. આ શોમાં સામાન્ય લોકો વિજેતા બની કરોડો રૂપિયા સુધીની કમાણી કરી છે. એટલે જ આજે પણ આ શો જોવા લોકો ટાઈમસર બેસી જાય છે.
પતિ પત્ની અને પંગા : આ શોમાં પ્રખ્યાત સેલિબ્રિટી કે જેઓ દંપતી છે તે આવશે. આ નવો ટીવી શો છે. જો કે શોના ટ્રેલરને લોકો બહુ પસંદ કરવા લાગ્યા છે. ટ્રેલર જોઈ દર્શકો શો જોવા આતુર થયા છે. આ શોનું સંચાલન અભિનેત્રી સોનાલી બેન્દ્રે અને સ્ટેન્ડ-અપ કોમેડિયન મુનાવર ફારૂકી કરશે. આ શોમાં યુગલોને આમંત્રિત કરવામાં આવશે અને તેમને પ્રશ્નો પૂછવાની સાથે, મનોરંજક રમતો પણ રમાશે.
છોકરીઓ ગામડે ગઈ : રણવિજય સિંહનો આ શોનું અનોખું ટ્રેલર દર્શકોને પસંદ આવી રહ્યું છે. ઓગસ્ટ મહિનામાં આવતો એક નવો શો છે. જેમાં સેલિબ્રિટી એક અલગ અનુભવ કરશે. રોડીઝ ફેમ રણવિજય સિંહ આ શોનું સંચાલન કરશે.