બોલીવુડના સિંઘમ એટલે કે અજય દેવગન મોટા પડદા પર તેને દરેક રોલમાં ફેન્સ તેને પસંદ કરે છે. તેને દરેક જોનરની ફિલ્મોમાં પ્રેમ મળ્યો છે. જો કે એક્શન અવતાર માટે અજય દેવગનને દર્શકોએ વધારે પસંદ કર્યો છે. પહેલી ફિલ્મમાં એક્શનનો તડકો લગાવવાવાળા અજય પોતાની ફિલ્મમાં ઘણીવાર ખતરનાક સ્ટંટ કરતો જોવા પણ મળે છે.


અજય દેવગન બોલીવુડમાં મોટા દિલવાળો અને હિમ્મતવાળા કલાકાર રીતે જાણીતો છે. પરંતુ એવી ઘણી એવી વસ્તુઓ પણ છે જેમાં અજય દેવગનને ડર લાગે છે. અજય દેવગન લિફ્ટનો ઉપયોગ ભાગ્યે જ કરે છે. તેના પાછળ એક કારણ છે, અજયની સાથે લિફ્ટમાં એક ઘટના ઘટી હતી આ વાતનો તેને કપિલ શર્માના શોમાં ખુલાસો કર્યો હતો.

કઈ વસ્તુથી અજય દેવગનને લાગે છે ડર?

થોડા વર્ષો પહેલા અજય દેવગન અને તબ્બૂ પોતાની એક ફિલ્મના પ્રમોશન માટે કપિલ શર્માના શોમાં ગયા હતા. ત્યારે અજય દેવગનને આ કિસ્સો શેર કર્યો અને ત્યાં બેસેલા બધા લોકો હેરાન રહી ગયા હતા. પહેલા અજયને કપિલે સવાલ કર્યો કે અજય સર મેં સાંભળ્યું છે કે તમને બાથરૂમ લોક થઈ જાય તો ડર લાગે છે, તેના પર અજયે જવાબ આપતા કહ્યું કે, ના ના, ‘બાથરૂમનું તો કંઈ નથી મને લિફ્ટથી પ્રોબ્લમ છે.'

લિફ્ટમાં થયી હતી આ ઘટના

અજયે આગળ કહ્યું કે, મારી સાથે એક ઘટના ઘટી હતી. ત્રીજા કે ચોથા માળેથી લિફ્ટ ક્રેશ થઈને સીધી બેસમેન્ટ પર આવી ગઈ હતી અને હું દોઢ કલાક સુધી લિફ્ટમાં ફસાઈ ગયો હતો. પછી મને ડર લાગવા લાગ્યો અને ત્યાર પછી મેં લિફ્ટમાં જવાનું બંધ કરી દીધું હતું, હું ગમે ત્યાં જવું તો સીડીઓ ચઢીને જ જવું છું.


  • Follow us on: