બોલીવુડમાં નેપોટિઝમ ઘણા લાંબા સમયથી ચાલી રહ્યું છે. ફિલ્મી જગતમાં નેપોટિઝમનો મુદ્દો હંમેશા ગરમ રહે છે. ઘણા ડાયરેક્ટર્સ પર આરોપ પણ લાગવવામાં આવતો હોય છે કે, નેપો કિડ્સને મેકર્સ પહેલી પ્રાયોરિટી આપે છે. હવે આ મુદ્દાને લઈને બોલીવુડના એક્ટર અલી ફઝલે બોલીવુડ અને હોલીવુડમાં કાસ્ટિંગ સિસ્ટમ વચ્ચેના અંતર વિશે વાત કરી છે.


અલી ફઝલે કહ્યું, બોલીવુડમાં નેપોટિઝમથી કોણ હેરાન નથી, કારણ કે ઈન્ડસ્ટ્રીમાં તેનાથી પણ મોટી સમસ્યાઓ છે. બોલીવુડમાં રોલ મળવો એ સોશિયલ અને પ્રોફેશનલ સર્કલનો તમે કેટલો હિસ્સો છો તેના પર નિર્ભર કરે છે. તેમજ હોલીવુડમાં એખ એજન્સી બેસ્ડ કાસ્ટિંગ સિસ્ટમ છે, જ્યાં દરેક એક્ટર્સને એક સરખી તક મળે છે.

ધીરે ધીરે વ્યવસ્થા બદલાય જશે- અલી ફઝલ

અલી ફઝલે આગળ કહ્યું કે, હોલીવુડમાં પણ ખરાબ વર્તન થાય છે પરંતુ, તેમાં એક ટ્રાન્સપેરેન્ટ સિસ્ટમ તો છે, જે વધારે તક આપે છે. હા ત્યાં પણ ખોટી વસ્તુઓ થઈ રહી છે, પરંતુ એક વ્યવસ્થા છે. મને લાગે છે કે આપણે તેનો ફાયદો ઉઠાવી શકીએ છીએ. જેમ-જેમ આપણે કાસ્ટિંગ ડાયરેક્ટર્સને વધારે સપોર્ટ કરશું તેમ વ્યવસ્થા બદલાય જશે.

એક્ટરે કહ્યું, અમારી પાસે કાસ્ટિંગ માટે ઉત્તમ લોકો છે - નિકિતા ગ્રોવર, દિલીપ શંકર, ટેસ જોસેફ, વૈભવ વિશાંત, કાસ્ટિંગ વિરોધી ટીમ. આ લોકો ખરેખર ખૂબ સારું કામ કરી રહ્યા છે. મને લાગે છે કે આ સિસ્ટમ ખરેખર તેમને અને અન્ય અભિનય કરનારા લોકોને મદદ કરશે. તેથી નેપોટિઝમની વાત મને પરેશાન કરતી નથી. મને લાગે છે કે ઈન્ડસ્ટ્રીમાં આનાથી પણ મોટી સમસ્યાઓ છે.

અલી ફઝલનું વર્ક ફ્રન્ટ

અલીએ 2008માં ભારતીય-અમેરિકન કોમેડી ડ્રામા ધ અધર એન્ડ ઓફ ધ લાઇનમાં એક નાના રોલથી પોતાની એક્ટિંગના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી  તે આમિર ખાનની ફિલ્મ થ્રી ઇડિયટ્સમાં કેમિયો કરતો જોવા મળ્યો હતો. આ પછી, તે ફિલ્મ ફુકરેમાં દેખાયો. તેણે વિક્ટોરિયા એન્ડ અબ્દુલ અને ડેથ ઓન ધ નાઇલ જેવી હોલીવુડ ફિલ્મોમાં કામ કર્યું છે. જોકે, તેને મિર્ઝાપુર વેબસીરિઝમાં ઓળખ મળી. ગુડ્ડુ પંડિતની તેની એકટિંગને ખૂબ પસંદ કરવામાં આવી હતી. તેણે તેની પત્ની રિચા ચઢ્ઢા સાથે મળીને પોતાની પ્રોડક્શન કંપની પુશિંગ બટન સ્ટુડિયો શરૂ કર્યો છે.


  • Follow us on: