સોની ટેલીવિઝન પર આવતા ધ કપિલ શર્મા શો આજે પણ પ્રેક્ષકોને મનોરંજન કરે છે. આ શોના રીપીટ ટેલિકાસ્ટ લોકો વારંવાર જોવાનું પસંદ કરી રહ્યા છે. લોકપ્રિય કોમેડિયન કપિલ શર્માનો આ શો અનેક વખત વિવાદમાં આવેલો છે. ત્યારે ફરી એક વખત કપિલ શર્મા શોની એક અભિનેત્રીની પોસ્ટે વિવાદ જગાવ્યો છે. આ અભિનેત્રીએ આ પોસ્ટમાં મુંબઈમાં થયેલ એક કડવા અનુભવ શેર કર્યો છે. અભિનેત્રીએ કહ્યું કે આ ઘટનાથી હું ભારે આઘાતમાં છું અને પ્રથમ વખત પોતાને અસુરક્ષિત અનુભવું છું.
સુમોના ચક્રવર્તીની કાર પર હુમલો
કપિલ શર્મા શોની આ અભિનેત્રી છે સુમોના ચક્રવર્તી. જે ઓન સ્ક્રીન કોમેડિયન કપિલની વાઈફ છે. સુમોના ચક્રવર્તી લાંબા સમયથી બોલીવુડ સાથે સંકળાયેલી છે. કપિલના શો સિવાય તેણે બડે અચ્છે લગતે હૈં પણ કામ કર્યું હતું અને તેના કામની નોંધ લેવાઈ હતી. સુમોના ચક્રવર્તીએ તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં તેણે મુંબઈનો કડવો અનુભવ શેર કરતા લખ્યું કે જયારે તે કોલાબાથી ફોર્ટ જઈ રહી હતી ત્યારે તેની કાર પર હુમલો થયો હતો. તેની કારને મરાઠા અનામત માટે વિરોધ કરી રહેલા કેટલાક લુખાતત્વોએ ઘેરી લીધી હતી.













