બોલીવુડ એક્ટર સંજય દત્તની ફિલ્મ 'આખરી સવાલ' વર્ષની સૌથી ચર્ચિત ફિલ્મોમાંની એક બનીને ઉભરી છે. ફિલ્મ એવા વિષય પર બની છે, જેની ચર્ચા થવી નક્કી છે. આ ફિલ્મમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના ઇતિહાસની ઝલક જોવા મળશે. આજે મેકર્સ દ્વારા એક નવો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે જે એક મોટો અને ખૂંચતો સવાલ પૂછે છે: 6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં આખરે શું થયું હતું?


આખરી સવાલના નવા પ્રોમોએ જગાવી સૌથી મોટી કોન્ટ્રોવર્સી

ફિલ્મનો નવો પ્રોમો એક એવો સવાલ પૂછે છે, જેનો સામનો કરવામાં ઘણા લોકો અત્યાર સુધી કતરાતા રહ્યા છે: 6 ડિસેમ્બર 1992ના રોજ, એટલે કે બાબરી મસ્જિદ ધ્વંસવાળા દિવસે અયોધ્યામાં અસલમાં શું થયું હતું?


થોડા દિવસો પહેલા જ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું હતું જેમાં 1934માં મહાત્મા ગાંધી અને ડો. કેશવ બલિરામ હેડગેવારની મુલાકાત બતાવવામાં આવી હતી. આ ઉપરાંત તેમાં આ મુદ્દાઓ પણ બતાવવામાં આવશે- શું RSS મહાત્મા ગાંધીની હત્યા પાછળ હતું? શું બાબરી મસ્જિદ તોડવા પાછળ RSS હતું? કટોકટી (એમરજન્સી) પાછળનું સત્ય શું હતું અને તેમાં RSSની શું ભૂમિકા રહી? આ સવાલો પછી દરેક વ્યક્તિ એ જાણવા માંગે છે કે આખરે આ પાછળનું સત્ય શું છે? ખુદ સંજય દત્તે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં આ અંગે જણાવ્યું હતું.


એક્ટ્રેસ સમીરા રેડ્ડી મોટા પડદા પર વાપસી કરી રહી છે. તેણે જણાવ્યું હતું- મેં ફિલ્મોમાં વાપસી ફક્ત સેફ રોલ કરવા માટે નથી કરી. આખરી સવાલ તો બિલકુલ પણ કમ્ફર્ટેબલ ફિલ્મ નથી. RSS અંગે મારી સમજ ઘણી ઓછી હતી અને જે પણ હતી તે અધૂરી જાણકારી પર ટકેલી હતી, પરંતુ સ્ક્રિપ્ટ વાંચ્યા પછી મને અહેસાસ થયો કે ઘણી બાબતો એવી નહોતી જેવી દેખાતી હતી.

ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિનર અભિજીત મોહન વારંગે કર્યું છે. આ ફિલ્મના પ્રોડ્યુસર નિખિલ નંદા અને સંજય દત્ત છે. ફિલ્મની સ્ટોરી, સ્ક્રીનપ્લે અને ડાયલોગ્સ ઉત્કર્ષ નૈથાનીએ લખ્યા છે. આ ફિલ્મ 8 મે 2026ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે.

આ પણ વાંચો- Sunny Weds Ginny 2 : 'બેગાની શાદીમેં અબ્દુલ્લા દીવાના...' ફિલ્મમાં ડ્રામા વધારે અને લોજિક ઓછું!

  • Follow us on: