બોલીવુડ એક્ટર શાહરૂખ ખાનની જેમ જ તેની મેનેજર પૂજા દદલાની પણ હંમેશા ચર્ચામાં રહે છે. પૂજા લાંબા સમયથી કિંગ ખાનની મેનેજર છે અને તેના પરિવારની પણ ખૂબ નજીક છે. તેને ઘણીવાર શાહરૂખના પરિવાર સાથે ફેમિલી ફંક્શન, એરપોર્ટ અને ઈવેન્ટ્સમાં જોવામાં આવે છે. હવે પૂજા દદલાનીએ મુંબઈના બાંદ્રામાં ત્રણ અલગ-અલગ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. તેણે પતિ હિતેશ પ્રકાશ ગુરનાની અને પિતા મોહન સિઓરામ દદલાની સાથે મળીને આ ફ્લેટ ખરીદ્યા છે.


38.21 કરોડમાં ખરીદ્યા ત્રણ એપાર્ટમેન્ટ્સ

ઈ-ટાઈમ્સના અહેવાલ મુજબ, શાહરૂખ ખાનની મેનેજર પૂજા દદલાનીએ તેના પતિ હિતેશ પ્રકાશ ગુરનાની અને પિતા મોહન સિઓરામ દદલાની સાથે મળીને મુંબઈના બાંદ્રા વિસ્તારમાં કુલ રૂ. 38.21 કરોડમાં ત્રણ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે. આ એપાર્ટમેન્ટ્સ કાર્ટર રોડ પર આવેલી વરુણ નામની બિલ્ડિંગમાં આવેલા છે, જેનું કામ હાલ ચાલી રહ્યું છે. આ એપાર્ટમેન્ટ્સ બિલ્ડિંગના ઉપરના માળ પર છે અને તેને લોટસ ડેવલપર્સની સહયોગી કંપની ટ્રિક્શા રિયલ એસ્ટેટ પ્રાઈવેટ લિમિટેડ પાસેથી ખરીદવામાં આવ્યા છે.

એપાર્ટમેન્ટ્સ સાથે 6 કાર પાર્કિંગ સ્પેસ પણ સામેલ

એક એપાર્ટમેન્ટ પૂજા દદલાનીએ પોતાના નામે લીધો છે, જ્યારે બાકીના બે તેના પતિ હિતેશ ગુરનાની અને પિતા સિઓરામ દદલાનીના નામે છે. દરેક ફ્લેટનો કાર્પેટ એરિયા 1,511.15 સ્ક્વેર ફૂટ છે અને તેની સાથે 81.16 સ્ક્વેર ફૂટની બાલ્કની પણ સામેલ છે. આ રીતે ત્રણેય એપાર્ટમેન્ટનો કુલ એરિયા 4,776 સ્ક્વેર ફૂટ થાય છે. આ પ્રોપર્ટીનું રજિસ્ટ્રેશન 21 એપ્રિલ 2026ના રોજ થયું હતું, જેના માટે રૂ. 2.16 કરોડની સ્ટેમ્પ ડ્યુટી અને રૂ. 90 હજારની રજિસ્ટ્રેશન ફી ચૂકવવામાં આવી છે. આ એપાર્ટમેન્ટ્સ સાથે કુલ છ કાર પાર્કિંગની સુવિધા પણ આપવામાં આવી છે.

પૂજા દદલાની આવક કેટલી?

શાહરૂખ ખાનની મેનેજર પૂજા દાદલાની બોલીવુડમાં સૌથી હાઇ-પેઇડ મેનેજર્સમાં ગણાય છે. તેની વાર્ષિક આવક અંદાજે ₹7 થી ₹9 કરોડ જેટલી માનવામાં આવે છે. તેઓ ફિલ્મ્સ, એન્ડોર્સમેન્ટ અને બિઝનેસ ડીલ્સ સંભાળવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેની નેટવર્થ મીડિયા રિપોર્ટ મુજબ, લગભગ 45–50 કરોડ છે. તેઓ 2012થી SRKનું સંપૂર્ણ બિઝનેસ, ફિલ્મ્સ, endorsements અને Red Chillies Entertainment અને Kolkata Knight Riders જેવા પ્રોજેક્ટ્સ હેન્ડલ કરે છે.

આ પણ વાંચો- આલિયા ભટ્ટ જો રશિયન, ચાઈનીઝ કે બ્રાઝિલિયન હોત તો કેવી દેખાતી? એક્ટ્રેસની તસવીરો જોઈ ફેન્સ થયા હેરાન!

  • Follow us on: