બોલીવુડ એક્ટર આમિર ખાન ફરીથી લગ્ન કરવા જઈ રહ્યો છે. 61 વર્ષના આમિરે અત્યાર સુધી બે લગ્ન કર્યા છે, પરંતુ બંને પત્નીઓ સાથે જ તેના છૂટાછેડા થઈ ચૂક્યા છે. હવે આમિર પોતાની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટ સાથે ઘર વસાવવાની તૈયારી કરી રહ્યો છે. આમિર ખાને પોતે પોતાના લગ્નના સમાચાર પર મહોર લગાવી દીધી છે. તેણે જણાવ્યું છે કે તેના લગ્નને લઈને જે તારીખ બતાવવામાં આવી રહી છે તે સાચી છે. તેઓ પાંચ જુલાઈ 2026 ના રોજ ગૌરી સાથે લગ્ન કરવાના છે.
આમિર ખાને લગ્નના સમાચાર પર લગાવી મહોર
વરાયટી ઇન્ડિયા સાથે વાત કરતા આમિર ખાને કહ્યું, હું અત્યારે અમેરિકામાં છું અને મુસાફરી કરી રહ્યો છું. લગ્ન વિશે જે સમાચારો ચાલી રહ્યા છે તે સાચા છે. આ 5 જુલાઈએ થશે.













