વર્ષ 2001માં આમિર ખાન ફિલ્મ લગાન લઈને આવ્યા હતા, જેને ખૂબ પસંદ કરવામાં આવી હતી. હવે આ ફિલ્મને રિલીઝ થયાને 25 વર્ષ પૂર્ણ થઈ ગયા છે. આ ખાસ સિદ્ધિની ઉજવણી કરવા માટે આમિર ખાને એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં ઇન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો સામેલ થયા હતા. આ પાર્ટીમાં બોલીવુડના દિગ્ગજ અભિનેત્રી રેખા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન તેમણે આમિર ખાન સાથે કામ કરવાની ઇચ્છા જાહેર કરી હતી.


'મારું આમિર ખાન સાથે કામ કરવાનું સપનું છે'

આમિર ખાનની પ્રોડક્શન કંપની આમિર ખાન પ્રોડક્શન્સ એ પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં રેખાને સ્ટેજ પર બોલતા જોઈ શકાય છે. તેમણે કહ્યું, હું કહેવા માગુ છું કે મારું એક સપનું છે. હું ખરેખર ઈચ્છું છું અને પ્રાર્થના કરું છું કે તે સાચું પડે અને તે સપનું આ છોકરા સાથે કામ કરવાનું છે.

આજ સુધી રિલીઝ નથી થઈ રેખા અને આમિર ખાનની ફિલ્મ ટાઇમ મશીન

આ દરમિયાન રેખાએ ખુલાસો કર્યો કે તેઓ અને આમિર ટાઇમ મશીન નામની ફિલ્મમાં સાથે કામ કરવાના હતા, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ગયું હતું. જો કે, આ ફિલ્મ આજ સુધી રિલીઝ થઈ શકી નથી. રેખાએ કહ્યું, 'ઓહ! અમે ખરેખર આનું શૂટિંગ પણ કર્યું હતું. શેખર કપૂર ટાઇમ મશીન નામની ફિલ્મ બનાવી રહ્યા હતા. તે રિલીઝ ન થઈ શકી.

ટાઇમ મશીન વિશે જાણો

શેખર કપૂરે 1992 માં ફિલ્મ 'ટાઇમ મશીન' ની જાહેરાત કરી હતી. આ એક સાયન્સ-ફિક્શન ફિલ્મ હતી, જેનું શૂટિંગ પણ શરૂ થઈ ચૂક્યું હતું. આ ફિલ્મમાં આમિર ખાન, રેખા, નસીરુદ્દીન શાહ, રવીના ટંડન, ગુલશન ગ્રોવર અને વિજય આનંદ જેવા ઘણા કલાકારો સામેલ હતા. શૂટિંગ દરમિયાન આર્થિક મુશ્કેલીઓ અને શેખર કપૂરના અમેરિકા જતા રહેવાના કારણે આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો હતો. વર્ષ 2008 માં શેખર કપૂરે નવા કલાકારો સાથે આ ફિલ્મ ફરી શરૂ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આ પ્રોજેક્ટ ક્યારેય પૂર્ણ થઈ શક્યો નહીં.

આ પણ વાંચો-Mouni Roy : 'હું ગે છું...', મૌની રોયે ટ્રોલ્સને આપ્યો જડબાતોડ જવાબ, પોતાની સેક્સ્યુઆલિટી પર તોડ્યું મૌન!

  • Follow us on: