બોલીવુડ એક્ટર આમિર ખાન એકવાર ફરી પોતાની પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં આવી ગયા છે. હાલમાં, જ તેના અને તેની ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રેટને લઈને એક મોટા સમાચાર આવ્યા છે, જે ખૂબ લાઈમલાઈટમાં રહ્યા છે. 61 વર્ષની ઉંમરે આમિર એકવાર ફરી પોતાનું ઘર વસાવવા જઈ રહ્યો છે અને ગૌરી સાથે લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યો છે.
જુલાઈમાં આપશે સંબંધને નામ
મીડિયા રિપોર્ટ અનુસાર, આમિર ખાન અને ગૌરી 5 જુલાઈએ એક પ્રાઇવેટ સેરેમનીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. આ સેરેમનીમાં બંનેના પરિવાર અને કેટલાક નજીકના મિત્રો સામેલ થશે. બંને પોતાના ઘરે એક રજિસ્ટ્રેશન અને સાઇનિંગ સેરેમની કરીને પોતાના સંબંધને નામ આપવાના છે. અહેવાલોમાં જણાવવામાં આવી રહ્યું છે કે આમિર અને ગૌરી આશરે એક વર્ષથી પરિવારની જેમ સાથે રહી રહ્યા છે અને ખુશહાલ જીવન જીવી રહ્યા છે. હવે બંને આ સંબંધને એક નામ આપવા માગે છે અને લગ્નના બંધનમાં બંધાવા માગે છે.
ગૌરી સાથે ખુશ છે આમિર ખાન
કહેવાય છે કે થોડા સમય પહેલા જ નવભારત ટાઇમ્સ સાથેના એક ઇન્ટરવ્યુમાં આમિર ખાને ગૌરી સાથેના પોતાના સંબંધો અંગે કહ્યું હતું કે તેઓ પોતાને નસીબદાર માને છે કે તેમની લાઇફમાં ગૌરી આવી. ગૌરી સાથે તેમને ખૂબ જ સુકૂન મળે છે અને બંને એકબીજા સાથે ખૂબ ખુશ છે. જ્યારે તેણે રીના દત્તા અને કિરણ રાવ સાથે લગ્ન કર્યા હતા, ત્યારે તેની સાથે પણ તેનો સંબંધ ખૂબ ઊંડો હતો. જો કે તે વધુ સમય સુધી ન ચાલી શક્યો. આમિરે આગળ કહ્યું, મને લાગે છે કે આજે જઈને હું પૂરો થયો છું. ગૌરીના મારી જિંદગીમાં આવવાથી હું પોતાને ખૂબ ભાગ્યશાળી માનું છું.
આમિરની લવ લાઇફ
આમિરે પોતાના 60મા બર્થડે પર ગૌરીને મીડિયા સામે ઇન્ટ્રોડ્યુસ કરાવી હતી અને ત્યાર બાદ કેટલાક ઇવેન્ટ્સમાં બંને સાથે જોવા મળ્યા હતા.વાત કરીએ અગાઉના લગ્નની, તો આમિર અને રીનાએ 1986માં લગ્ન કર્યા હતા. તેમના બે બાળકો છે ઈરા અને જુનૈદ. જો કે 16 વર્ષ સુધી સાથે રહ્યા બાદ 2002માં બંને અલગ થઈ ગયા. આના ત્રણ વર્ષ પછી આમિરે નિર્દેશક કિરણ રાવ સાથે લગ્ન કર્યા અને 2011માં પુત્ર આઝાદનું સ્વાગત કર્યું. પરંતુ 2021માં આ સંબંધ પણ તૂટી ગયો.
આ પણ વાંચો-Indiaની સૌથી અમીર એક્ટ્રેસ, જેણે એક અજાણ્યા ડરના કારણે વર્ષો સુધી છુપાવી રાખી હતી પોતાના લગ્નની વાત!