બોલીવુડના કિંગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન આ દિવસોમાં પોતાની વેબ સિરીઝ 'બેડ્સ ઓફ બોલીવુડ'ને લઈને ખૂબ ચર્ચામાં છે. આર્યન ખાનની વેબ સિરીઝનો પ્રીવ્યૂ વીડિયો રિલીઝ થઈ ગયો છે અને જેમાં આખા ખાન પરિવાર સહિત બોલીવુડના ઘણા સ્ટાર્સ હાજર રહ્યા હતા. શાહરૂખ ખાન પોતાના દિકરાની બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી જોતાં ખૂબ જ ખુશ થયો છે અને આર્યન ખાનની વાત કરતા ભાવુક થયો હતો. ત્યારે હવે અમે કિંગ શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાનની વેબ સિરીઝની નહીં પરંતુ ભવ્ય જીવન, કાર કલેક્શન, વ્યવસાય અને નેટવર્થ વિશે જણાવીશું જે જાણીને તમે ચોંકી ઉઠશો....
આર્યન ખાને ક્યાં અભ્યાસ કર્યો?
આર્યન ખાને અભિનેતા શાહરૂખ ખાન અને ગૌરી ખાનનો પ્રથમ સંતાન છે એટલે કે સૌથી મોટો દીકરો. તેનો જન્મ મુંબઈમાં થયો હતો. આર્યને તેનું પ્રારંભિક શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલમાંથી કર્યું હતું. ત્યારબાદ તે વિદેશ ગયો. તેણે સધર્ન કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી સિનેમેટિક આર્ટ્સ અને ટેલિવિઝન પ્રોડક્શનમાં બેચલર ઓફ ફાઇન આર્ટ્સ પૂર્ણ કર્યું હતું.
આર્યન ખાનનું કાર કલેક્શન
આર્યન ખાનને લક્ઝરી કારનો પણ ખૂબ શોખ છે. નાની ઉંમરે તેની પાસે ઘણી મોંઘી કાર છે. આ યાદીમાં મર્સિડીઝ GLS 350D, મર્સિડીઝ GLE 43 AMG કૂપ, BMW 730 LD અને Audi A6 જેવી કારનો સમાવેશ થાય છે.
આર્યન ખાનનો વ્યવસાય શું છે?
આર્યન હમણાં જ દિગ્દર્શનની દુનિયામાં પગ મૂક્યો છે પરંતુ તેણે પોતાનો વ્યવસાય ઘણા સમય પહેલા શરૂ કરી દીધો હતો. આર્યન ખાને 2022માં તેના મિત્રો સાથે મળીને D'YAVOLની સ્થાપના કરી હતી, તે એક સ્ટ્રીટવેર લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે જેના કપડાં ખૂબ જ મોંઘા હોય છે. આ દ્વારા તે ઘણું કમાય છે સાથે જ તે આર્યન પાસે એક પ્રીમિયમ સ્કોચ વ્હિસ્કી બ્રાન્ડ પણ છે. તેનું નામ D'YAVOL INCEPTION છે. તે આ વ્યવસાય તેના પિતા શાહરુખ સાથે મળીને કરે છે.
આર્યન ખાનની કુલ સંપત્તિ કેટલી ?
એક રિપોર્ટ અનુસાર, આર્યન ખાન 80 કરોડ રૂપિયાની સંપત્તિ ધરાવે છે. આર્યન પાસે દિલ્હીના પંચશીલ પાર્કમાં એક આલીશાન ઘર પણ છે. તેની કિંમત લગભગ 37 કરોડ રૂપિયા છે. પોતાના વ્યવસાય સિવાય આર્યન સોશિયલ મીડિયા અને બ્રાન્ડ શૂટમાંથી પણ ઘણી કમાણી કરે છે.