ટીવી શો માટે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. 32મા અઠવાડિયાનો ટીઆરપી રિપોર્ટ બહાર આવી ગયો છે જેની રાહ ફેન્સની સાથે દર્શકો રાહ જોવે છે. આ અઠવાડિયાના TRP લિસ્ટમાં ઘણો ફેરફાર જોવા મળ્યો છે. ગયા વખતની જેમ અનુપમાએ નંબર 1 પર પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ ફરી એકવાર નીચે આવી ગયું છે અને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો માટે ખુશખબરી છે.


અનુપમા શો નંબર 1 પર

ટીવી શોના TRP લિસ્ટની વાત કરીએ તો, રૂપાલી ગાંગુલીએ નંબર 1 પર પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે. દર્શકોને આ શોમાં આવતા ટ્વિસ્ટ ખૂબ જ પસંદ આવી રહ્યા છે તેથી જ અનુપમા 2.2 મિલિયન ઇમ્પ્રેશન સાથે નંબર વન છે.

તારક મહેતા શો આગળ નિકળ્યું

ગયા અઠવાડિયે યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ બીજું સ્થાન મેળવ્યું હતું પરંતુ આ વખતે તે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માથી આગળ નીકળી ગયું છે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ત્રીજા સ્થાનેથી બીજા સ્થાને આવી ગયો છે. આ શોને 2.0 મિલિયન ઈમ્પ્રેશન મળ્યા છે. તે જ સમયે, યે રિશ્તા ક્યા કહેલાતા હૈએ 1.9 મિલિયન ઇમ્પ્રેશન સાથે ત્રીજું સ્થાન મેળવ્યું છે.

તુલસી નિષ્ફળ રહી

સ્મૃતિ ઈરાનીના શો 'ક્યુંકી સાસ ભી કભી બહુથી'ને પહેલા અઠવાડિયામાં જ ઘણો પ્રેમ મળ્યો. લોકોએ તેને પહેલા અઠવાડિયામાં જ નંબર 1 પર પહોંચાડી દીધો પરંતુ ત્યારથી તેનું રેન્કિંગ ઘટી રહ્યું છે. તુલસી વિરાની 1.8 મિલિયન ઇમ્પ્રેશન સાથે ચોથા નંબર પર છે. ગયા વખતની જેમ આ વખતે પણ ઉડને કી આશા પાંચમા નંબરે છે. છઠ્ઠા નંબરે તુમ સે તુમ તક, સાતમા નંબરે મંગલ લક્ષ્મી-લક્ષ્મી કા સફર, આઠમા નંબરે મંગલ લક્ષ્મી, નવમા નંબરે આરતી અંજલિ અવસ્થી અને દસમા નંબરે શિવ શક્તિ તપ ત્યાગ ઓર તાંડવ પોતાનું સ્થાન બનાવી ચૂક્યા છે.


  • Follow us on: