ટીવી અભિનેત્રી હુનર હાલીનું લગ્નજીવન છેલ્લા કેટલાક સમયથી સારું ચાલી રહ્યું નથી. અહેવાલ છે કે તેણી તેના પતિ મયંક ગાંધીથી છૂટાછેડા લઈ રહી છે જેના કારણે તેણીએ 'બિગ બોસ 19'નો ભાગ બનવાનો પણ ઇનકાર કરી દીધો છે. 'બિગ બોસ 19મી સીઝનમાં તેનું નામ કન્ફર્મ થઈ રહ્યું હતું હવે તેણે શોમાં જવાનો ઇનકાર કરી દીધો છે. હુનરના વકીલ સના રઈસ ખાને આ વાતની પુષ્ટિ કરી છે અને કહ્યું છે કે પતિ-પત્નીના સંબંધોમાં સમાધાનનો કોઈ અવકાશ નથી.
હુનર હાલી લેશે છૂટાછેડા?













