ભૂત બંગલા અત્યારે બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. અક્ષય કુમાર અને પ્રિયદર્શનની આ ફિલ્મને ફેન્સ ભરપૂર પ્રેમ આપી રહ્યા છે. ફિલ્મે 100 કરોડ ક્લબમાં પણ એન્ટ્રી કરી લીધી છે. ચાલો જાણીએ કે ફિલ્મે નવમા દિવસે કેટલું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું છે.
નવમા દિવસનું બોક્સ ઓફિસ કલેક્શન
Sacnilk મુજબ, ફિલ્મે નવમા દિવસે 10.75 કરોડનું કલેક્શન કર્યું છે. ફિલ્મને 9,266 શો મળ્યા હતા અને 22 ટકા ઓક્યુપન્સી જોવા મળી હતી. ફિલ્મની નવમા દિવસની કમાણીના સત્તાવાર આંકડા હજુ સામે આવ્યા નથી, પરંતુ જો ફિલ્મે બીજા શનિવારે 10.75 કરોડ કમાયા હોય, તો ફિલ્મનું કુલ કલેક્શન 100.90 કરોડ થઈ ગયું છે.
ભૂત બંગલાનું ડે-વાઇઝ કલેક્શન
ફિલ્મના દિવસ મુજબના કલેક્શન પર નજર કરીએ તો, પેઇડ પ્રિવ્યૂઝમાં ફિલ્મે 3.75 કરોડનું કલેક્શન કર્યું હતું. પહેલા દિવસે ફિલ્મે 12.25 કરોડ, બીજા દિવસે 19 કરોડ, ત્રીજા દિવસે 23 કરોડ, ચોથા દિવસે 6.75 કરોડ, પાંચમા દિવસે 8 કરોડ, છઠ્ઠા દિવસે 6.1 કરોડ અને સાતમા દિવસે 5.50 કરોડ કમાયા હતા. ફિલ્મે પહેલા અઠવાડિયામાં 84.40 કરોડનું કલેક્શન કર્યું હતું. ત્યારબાદ આઠમા દિવસે 5.75 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે વર્લ્ડવાઈડ 161.60 કરોડનું કલેક્શન કરી લીધું છે. ઓવરસીઝ માર્કેટમાં ફિલ્મે 41.50 કરોડનો બિઝનેસ કર્યો છે.
ભૂત બંગલા ફિલ્મની સ્ટાર-કાસ્ટ છે શાનાદાર
આ ફિલ્મ પ્રિયદર્શન દ્વારા બનાવવામાં આવી છે. પ્રિયદર્શન અને અક્ષય કુમારની જોડી જ્યારે પણ સાથે આવે છે ત્યારે બોક્સ ઓફિસ પર ધમાકો કરે છે. તેમની હેરા ફેરી, ભૂલ ભુલૈયા જેવી ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે બંને ફરી સાથે મળીને ભૂત બંગલા દ્વારા ફેન્સનું મનોરંજન કરી રહ્યા છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર લીડ રોલમાં છે. ફિલ્મમાં પરેશ રાવલ, રાજપાલ યાદવ, તબુ, વામિકા ગબ્બી, મિથિલા પાલકર જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અક્ષય કુમાર લંડનથી ભારત પોતાના ગામે આવે છે, જ્યાં તે પોતાના વડીલોના બંગલા પર પોતાની બહેનના લગ્નનું પ્લાનિંગ કરે છે. આ પછી ફિલ્મમાં એક પછી એક ટ્વિસ્ટ આવે છે.
આ પણ વાંચો- Raja Shivaji ફિલ્મ પર ચાલી સેન્સર બોર્ડની કાતર, રનટાઈમની બાબતમાં એનિમલ અને ધુરંધરને પણ આપશે જોરદાર ટક્કર!