રિતેશ દેશમુખ અને જેનેલિયાની જોડી ટૂંક સમયમાં પડદા પર કમબેક કરવા જઈ રહી છે. બંને ફિલ્મ રાજા શિવાજીને લઈને ચર્ચામાં છે. તેનું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું હતું, જેમાં બંને સ્ટાર્સ ધ્રુસકે ને ધ્રુસકે રડતા જોવા મળ્યા હતા. રિતેશે આ દરમિયાન તેને પોતાનો ડ્રીમ પ્રોજેક્ટ ગણાવ્યો હતો. આ ફિલ્મમાં જેનેલિયાએ માત્ર એક્ટિંગ જ નથી કરી પરંતુ તેને પ્રોડ્યુસ પણ કરી છે. એવામાં હવે માહિતી સામે આવી રહી છે કે આ ફિલ્મ પર સેન્સર બોર્ડની કાતર ચાલી છે. તેમાં કેટલાક સીન્સમાં ફેરફાર કરવામાં આવ્યા છે.
'રાજા શિવાજી'નો રનટાઈમ કેટલો છે?
એક રિપોર્ટ મુજબ, ફિલ્મ રાજા શિવાજીએ એક દિવસ પહેલા જ સેન્સર પ્રક્રિયા પૂર્ણ કરી છે. તેને CBFC તરફથી U/A સર્ટિફિકેશન આપવામાં આવ્યું છે. આ રિપોર્ટમાં સેન્સર સર્ટિફિકેશન અનુસાર જણાવવામાં આવ્યું છે કે તેનું મરાઠી વર્ઝન 195 મિનિટનું છે. આ હિસાબે તેનું કુલ ડ્યુરેશન 3 કલાક 15 મિનિટ અને 5 સેકન્ડનું થયું, જેના કારણે તે રનટાઈમની બાબતમાં લોન્ગ ટાઈમ વાળા ફોર્મેટમાં સામેલ થઈ ગઈ છે. આ પહેલા એનિમલ (203 મિનિટ), ધુરંધર (214 મિનિટ) અને પુષ્પા 2 (200 મિનિટ) જેવી ફિલ્મોના નામ આ ક્લબમાં છે.













