બોલીવુડના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની તબિયત બગડતી હોવાના સમાચાર સામે આવ્યા છે. તેને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તાજેતરમાં જ એવું જાણવા મળ્યું હતું કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.


એક્ટરની ટીમે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે ધર્મેન્દ્ર હજુ પણ હોસ્પિટલમાં છે, પરંતુ તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. આ સમાચારથી તેમના ફેન્સ ચોંકી ગયા છે.

ધર્મેન્દ્રની તબિયતમાં થઈ રહ્યો છે સુધારો

ટીમે થોડી રાહત આપી છે. તેમને વેન્ટિલેટરના મુદ્દાને સંપૂર્ણપણે ફગાવી દીધો છે, એમ કહીને કે તેમને ફક્ત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમને કહ્યું કે "તેઓ ડોકટરોની દેખરેખ હેઠળ છે, પરંતુ ચિંતા કરવાની કોઈ વાત નથી."

પરિવાર અને ટીમે હાલમાં પ્રાઈવસી રાખવાની અપીલ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ તેમનો પરિવાર તેમની સાથે છે અને તેમની પુત્રીઓ પણ યુએસથી આવી રહી રહી છે. ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની પણ હોસ્પિટલમાં તેમને મળવા આવી.

ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ફેન્સ ચિંતિત

બોલીવુડના હી-મેન ધર્મેન્દ્રના સ્વાસ્થ્યને લઈને ફેન્સ ચિંતિત છે, કારણ કે સોશિયલ મીડિયા પર ચર્ચાઓ ફેલાઈ છે કે તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પરંતુ ધર્મેન્દ્રની ટીમે આ સમાચારને નકારી કાઢ્યા છે. તેમને જણાવ્યું હતું કે એક્ટરને ઝડપથી સ્વસ્થ થવા માટે આ સમયે આરામની જરૂર છે.

ફિલ્મ 'ઈક્કિસ'માં જોવા મળશે આ એક્ટર

ધર્મેન્દ્ર ભલે 89 વર્ષના હોય, પણ તેઓ હજુ પણ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે. તેઓ તાજેતરમાં "રોકી ઔર રાની કી પ્રેમ કહાની" માં જોવા મળ્યા હતા, ત્યારબાદ "તેરી બાતેં મેં ઐસા ઉલ્ઝા જિયા" માં પણ જોવા મળ્યા હતા, જ્યાં તેમને પોતાની એક્ટિંગથી ફેન્સને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેઓ 25 ડિસેમ્બરે રિલીઝ થનારી અગસ્ત્ય નંદાની "ઈક્કિસ" માં પણ જોવા મળશે. તેમના ફેન્સ હવે સોશિયલ મીડિયા પર તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. ધર્મેન્દ્ર છેલ્લા કેટલાક સમયથી તેના ફાર્મહાઉસમાં રહે છે. તેમને ખેતી અને પ્રાણીઓની આસપાસ રહેવાનો શોખ છે.

ધર્મેન્દ્રની ફિલ્મના હિટ છે ડાયલોગ

ધર્મેન્દ્ર હિન્દી સિનેમાના સૌથી પોપ્યુલર સ્ટાર્સમાંથી એક છે. 6 દાયકાથી વધુના કરિયરમાં તેમને "શોલે", "ચુપકે ચુપકે", "સીતા ઔર ગીતા" અને "ધરમ વીર" સહિત અનેક સુપરહિટ ફિલ્મો આપી છે. તેમના ડાયલોગ આજે પણ વારંવાર બોલાય છે. આમાં "ઈલાકા કુત્તો કો હોતા હૈ", "બસંતી, ઈન કુત્તો કે આગે મત નાચના" અને "ચુન ચુન કે મારુંગા" જેવી ડાયલોગ ફેમસ છે.


  • Follow us on: