ધર્મેન્દ્ર હાલમાં તેમના સ્વાસ્થ્યને લઈને ચર્ચામાં છે. તેમના મૃત્યુના તાજેતરના ખોટા સમાચારે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી હતી. તેઓ હવે ઘરે પાછા ફર્યા છે. તેમને ગઈકાલે જ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારબાદ હેમા માલિનીએ પહેલીવાર મીડિયા સાથે વાત કરતા ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું.
હેમા માલિનીએ ખુલાસો કર્યો કે તેમનો પરિવાર તેમના વિશે ચિંતિત છે અને બાળકો આખી રાત સૂતા નથી. એક્ટ્રેસે એમ પણ કહ્યું કે તે આ સમયે મનથી હારે તે પોસાય તેમ નથી.
હેમા માલિનીએ કહી આ વાત
હેમા માલિનીએ મીડિયા સાથે એક ઈન્ટરવ્યુમાં ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે વાત કરી હતી. એક્ટ્રેસે કહ્યું હતું કે આ તેના માટે સરળ સમય નથી. દરેક વ્યક્તિ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે ચિંતિત છે. તેના બાળકો, બોબી, સની દેઓલ, એશા અને પરિવારના સભ્યો ઊંઘી શકતા નથી. એક્ટ્રેસે વધુમાં કહ્યું કે તે આ સમયે મનથી હારે તે પોસાય તેમ નથી.
હેમા માલિની પર એક મોટી જવાબદારી છે, પરંતુ તે ખુશ છે કે ધર્મેન્દ્ર હોસ્પિટલમાંથી પરત ફર્યા છે. હવે તેઓ ઘરે આવી ગયા છે ત્યારે તેની ચિંતાઓ દૂર થઈ ગઈ છે. હેમા માલિનીએ કહ્યું કે ધર્મેન્દ્રને એવા લોકોથી ઘેરાયેલા રહેવાની જરૂર છે જે તેને પ્રેમ કરે છે, તેને તેના પરિવારની જરૂર છે. અંતે એક્ટ્રેસે કહ્યું કે બાકીનું બધું ભગવાનના હાથમાં છે.
મૃત્યુની ચર્ચાઓ પર સની દેઓલે વ્યક્ત કર્યો ગુસ્સો
10 નવેમ્બરના રોજ ધર્મેન્દ્રના મૃત્યુની ખોટી ચર્ચાઓ ફેલાઈ હતી. દેઓલ પરિવારે આ બાબતે કડક વલણ અપનાવ્યું હતું. હેમા માલિનીએ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં હેમા માલિનીએ ચર્ચાઓની નિંદા કરી હતી અને કહ્યું હતું કે જે થઈ રહ્યું છે તે માફ કરવાને લાયક નથી.
તેમને આગળ લખ્યું હતું કે જવાબદાર ચેનલો કેવી રીતે ધીમે ધીમે સ્વસ્થ થઈ રહેલા વ્યક્તિ વિશે ખોટા સમાચાર ફેલાવી શકે છે. તેને આ વર્તનને અત્યંત અપમાનજનક ગણાવ્યું અને પરિવાર અને તેમની પ્રાઈવસી માટે આદર આપવા વિનંતી કરી.
સની દેઓલનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે પાપારાઝી પ્રત્યે પોતાનો ગુસ્સો વ્યક્ત કરતો જોવા મળે છે. તે અપશબ્દોનો ઉપયોગ પણ કરતો જોવા મળ્યો હતો. તેને "શરમ કરો" કહીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો.