બોલીવુડના હી-મેન ધર્મેન્દ્ર હજુ પણ હોસ્પિટલમાં એડમિટ છે. એક્ટરની તબિયતમાં સુધારો થઈ રહ્યો હોવાના સમાચાક છે. પરંતુ હાલમાં કોઈને પણ તેમને મળવાની પરવાનગી નથી. તેમનો આખો પરિવાર તેમની સાથે હાજર છે. જ્યારથી એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, ત્યારથી દરેક તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.


આ દરમિયાન હેમા માલિની અને એશાને સાથે જોવા મળ્યા છે. ધર્મેન્દ્રના હોસ્પિટલમાં દાખલ થયા પછી આ પહેલી વાર છે જ્યારે તેઓ સાથે જોવા મળ્યા છે.

એશા અને હેમા સાથે મળ્યા જોવા

સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો છે જેમાં એશા અને હેમા એક કારમાં સાથે જોવા મળે છે. દ્રશ્ય દરમિયાન બંનેના ચહેરા પર ઉદાસી જોવા મળી રહી હતી. તેઓ મીડિયાને ઈગ્નોર કરીને ચાલ્યા ગયા. સોશિયલ મીડિયા પર ધર્મેન્દ્રના મૃત્યુના સમાચાર આવ્યા પછી અને સમાચારમાં એશા અને હેમાએ પોતે પોસ્ટ શેર કરીને કહ્યું હતું કે આ સમાચાર ખોટા છે.


હેમા માલિનીએ શેર કરી પોસ્ટ

હેમા માલિનીએ પોતાની પોસ્ટમાં બધાને વિનંતી કરી છે કે આવા ખોટા સમાચાર ન ફેલાવો કે તેના પર ધ્યાન ન આપો. સની અને બોબીની ટીમ પણ આ બાબતે અપડેટ્સ આપી રહી છે. વધુમાં સોશિયલ મીડિયા પર એક બીજો વીડિયો સામે આવ્યો છે જેમાં એશા, હેમા અને અભય એકસાથે જોવા મળે છે. આ વીડિયોમાં ત્રણેય હોસ્પિટલની બહાર જતા જોવા મળે છે.

ધર્મેન્દ્રની તબિયત બગડતા સલમાન-શાહરુખ આવ્યા

ગઈકાલથી ધર્મેન્દ્રની તબિયત બગડતી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શ્વાસ લેવામાં તકલીફ પડતાં એક્ટરને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે રાત્રે સલમાન ખાન અને શાહરૂખ ખાન સહિત અનેક સેલિબ્રિટીઓએ તેમના સ્વાસ્થ્ય વિશે પૂછપરછ કરવા માટે હોસ્પિટલમાં આવ્યા હતા. પરંતુ કોઈ ધર્મેન્દ્રને મળી શક્યું ન હતું. એક્ટરને તેમના ડોક્ટરો સિવાય કોઈને મળવાની મંજૂરી નથી. દરેક વ્યક્તિ તેમના ઝડપી સ્વસ્થતા માટે પ્રાર્થના કરી રહ્યા છે.

  • Follow us on: