હિન્દી સિનેમાના દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્ર હાલમાં સ્વસ્થ છે. એક્ટર તેમના પરિવાર સાથે ઘરે છે અને ત્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ દરમિયાન એવી ચર્ચા છે કે ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિનીને તેમની મિલકતમાં કોઈ હિસ્સો નહીં મળે. તમને જણાવી દઈએ કે તેનું શું કારણ છે.


વકીલે શું કહ્યું?

ધર્મેન્દ્રએ હેમા માલિની સાથે લગ્ન કર્યા હતા, જ્યારે તેઓ પહેલાથી જ પરિણીત હતા. તેમને તેમની પહેલી પત્ની પ્રકાશ કૌરને છૂટાછેડા આપ્યા વિના હેમા સાથે લગ્ન કર્યા હતા. દિલ્હી હાઈકોર્ટના વકીલે આ બાબતે વાત કરતા કહ્યું કે હેમા માલિનીને દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રની મિલકતમાં કોઈ હિસ્સો મળશે નહીં. આનું કારણ એ છે કે એક્ટરે પ્રકાશ કૌર સાથે છૂટાછેડા લીધા વિના ફરીથી લગ્ન કર્યા.

પરિણામે તેમના લગ્ન હિન્દુ લગ્ન કાયદા હેઠળ માન્ય માનવામાં આવતા નથી. તેથી હેમાને તેના પતિની સંપત્તિમાંથી કોઈ ભાગ મળશે નહીં. પરંતુ જો કોર્ટ લગ્નને માન્ય માનશે અથવા જો ધર્મેન્દ્ર પોતે હેમાને તેના વારસામાં હિસ્સો આપવા માગશે તો જ તેને હિસ્સો મળશે.

શું એશા અને આહાનાને હિસ્સો મળશે?

ધર્મેન્દ્રની કુલ સંપત્તિ 450 કરોડ રૂપિયા છે. ફક્ત હેમા જ નહીં પણ સવાલ એ પણ ઊભો થાય છે કે શું ધર્મેન્દ્ર અને હેમાની પુત્રીઓ એશા અને આહાનાને આ મિલકતમાં હિસ્સો મળશે? આના જવાબમાં વકીલે જણાવ્યું હતું કે સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે અમાન્ય લગ્નથી જન્મેલા બાળકો કાયદેસર રીતે મિલકતમાં હિસ્સો મેળવવાના હકદાર છે. તેથી એશા અને આહાનાને તેમના અધિકારો મળશે અને તેઓ તેમના પિતાની મિલકતના સમાન વારસદાર છે.

ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર

ધર્મેન્દ્રના મૃત્યુના ખોટા સમાચાર પણ ફેલાતા હતા, જેનાથી હેમા માલિની ગુસ્સે થઈ હતી. એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે એક્ટર સ્વસ્થ છે અને રિક્વર થઈ રહ્યા છે. તેણે એમ પણ કહ્યું કે ચાલી રહેલી ચર્ચાઓ ખોટી છે અને લોકોને તેની અવગણના કરવા વિનંતી કરી.

  • Follow us on: