ફેન્સના પ્રિય ભાઈજાન સલમાન ખાન હાલમાં કોઈને કોઈ કારણોસર ચર્ચામાં છે. 'બિગ બોસ 19' ઓગસ્ટથી શરૂ થવા જઈ રહ્યું છે, બિગ બોસને સલમાન હોસ્ટ કરતો જોવા મળશે. તે આ માટે તગડી ફી લઈ રહ્યો છે. તાજેતરમાં સલમાને તેનું એક ઘર 5.35 કરોડ રૂપિયામાં વેચી દીધું છે.


સલમાન ખાનને મળી અધધ રકમ

ભાઈજાને જે ઘર વેચ્યું છે તે મુંબઈના બાંદ્રા વેસ્ટમાં આવેલું છે. પ્રોપર્ટી રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ મુજબ સલમાને આ ઘર 5.35 કરોડ રૂપિયામાં વેચ્યું છે. બાંદ્રા મુંબઈનો ખૂબ જ પોશ વિસ્તાર છે. અહીં ઉચ્ચ સ્તરીય રિયલ એસ્ટેટ બજારો આવેલા છે. રહેઠાણ અને કોમર્શિયલ ઉપયોગ માટેની મિલકતોના ભાવ ઘણા ઊંચા છે.

અહીં બંગલા, બુટિક કોમર્શિયલ ડેવલપમેન્ટ અને એપાર્ટમેન્ટ્સ પણ છે, ઈન્વેસ્ટર્સ આ વિસ્તાર પર નજીકથી નજર રાખે છે. બાંદ્રા વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે, બાંદ્રા રેલ્વે સ્ટેશન અને આગામી મેટ્રો લાઈન સાથે પણ જોડાયેલું છે. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ, લોઅર પરેલ અને છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પણ અહીંથી ખૂબ નજીક છે.

કેટલું મોટું હતું આ ઘર?

IGOR એટલે કે ઈન્સ્પેક્ટર જનરલ ઓફ રજિસ્ટ્રેશન તરફથી મળેલા રજિસ્ટ્રેશન ડોક્યુમેન્ટ મુજબ સલમાન ખાને જે એપાર્ટમેન્ટ વેચ્યું છે તે શિવ આસ્થા હાઈટ્સમાં આવેલું હતું. તે 122.45 ચોરસ મીટરમાં બનાવવામાં આવ્યું હતું. આ ડીલમાં 3 કાર પાર્કિંગનો પણ સમાવેશ થતો હતો જે ખરીદનારને એપાર્ટમેન્ટ સાથે મળ્યો હતો. આ એપાર્ટમેન્ટ પર સ્ટેમ્પ ડ્યુટી 32.01 લાખ રૂપિયા છે. આ સિવાય 30 હજાર રૂપિયાનો રજિસ્ટ્રેશન ચાર્જ લેવામાં આવ્યો છે.

આ ફિલ્મમાં જોવા મળ્યો સલમાન ખાન

સલમાન ખાનના વર્કફ્રન્ટની વાત કરીએ તો એક્ટર હોવા સિવાય તે એક ફિલ્મમેકર પણ છે. તે 1990 થી સિનેમામાં એક્ટિવ છે. અત્યાર સુધીની તેને કરિયરમાં સલમાન ખાને ઘણી શાનદાર, બ્લોકબસ્ટર હિટ ફિલ્મો આપી છે. તેમાં સુલતાન (2020), સિકંદર (2025) તેમજ ટ્યુબલાઈટ (2017)નો સમાવેશ થાય છે. આ ફિલ્મોનું નિર્માણ સલમાન ખાને પોતે કર્યું હતું. સલમાન પાસે પોતાની કપડાની બ્રાન્ડ પણ છે, જેની કમાણી એક ચેરિટેબલ ટ્રસ્ટને જાય છે.

  • Follow us on: