ઈશા દેઓલ અને ભરત તખ્તાનીએ ફેબ્રુઆરી 2024માં તેમના લગ્નજીવનનો અંત લાવવાનો અને અલગ થવાનો નિર્ણય લીધો હતો. બંનેએ તેને પરસ્પર સંમતિથી લેવાયેલો નિર્ણય ગણાવ્યો જેનાથી તેમના 11 વર્ષના લગ્નજીવન તૂટ્યું હતું. ધર્મેન્દ્ર પોતાની પુત્રીના ઘર તૂટવાના સમાચાર સાંભળીને દુઃખી થયા હતા. તેમને સૌથી વધુ ચિંતા તેમની પૌત્રીઓ વિશે હતી. તેમને આશા હતી કે બાળકો માટે ભરત અને ઈશા ફરી એકવાર છૂટાછેડાના નિર્ણય પર પુનર્વિચાર કરશે.
ઈશાના છૂટાછેડાથી દુઃખી થયા હતા ધર્મેન્દ્ર
પરિવારના નજીકના એક સૂત્રએ જણાવ્યું કે, 'કોઈ પણ માતા-પિતા પોતાના બાળકોના પરિવારને તૂટતો જોઈને ખુશ ન થઈ શકે. ધર્મેન્દ્રજી પણ એક પિતા છે અને કોઈપણ તેમનું દુઃખ સમજી શકે છે. એવું નથી કે તેઓ તેમની પુત્રીના અલગ થવાના નિર્ણયની વિરુદ્ધ છે પરંતુ તેઓ ઇચ્છતા હતા કે ઈશા અને ભરત તેના પર પુનર્વિચાર કરે.'
ધર્મેન્દ્રને ઈશાની દિકરીઓની ચિંતા થઈ
તમને જણાવી દઈએ કે ગયા વર્ષે ફેબ્રુઆરીમાં જ્યારે ઈશા અને ભરત તખ્તાનીએ અલગ થવાની જાહેરાત કરી ત્યારે ફેન્સ ચોંકી ગયા હતા. બંનેએ સંયુક્ત નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે આ પરસ્પર સંમતિથી લેવાયેલો નિર્ણય હતો. જ્યારે તેમની પુત્રીના છૂટાછેડા થયા ત્યારે પીઢ અભિનેતા ધર્મેન્દ્ર ખૂબ જ દુઃખી હતા. તેમને આશા હતી કે બંને આ નિર્ણય પર પુનર્વિચાર કરશે. ધર્મેન્દ્ર સૌથી વધુ તેમની પૌત્રીઓ વિશે ચિંતિત હતા. માતાપિતાના છૂટાછેડાની બાળકો પર થતી અસરથી તેઓ ચિંતિત હતા.
ઈશા અને ભરતનું અંગત જીવન
ઈશા અને ભરતને બે પુત્રીઓ છે રાધ્યા અને મીરાયા. તેઓ તેમના દાદા-દાદી બંનેની ખૂબ નજીક છે. પરિવારના નજીકના સૂત્રના જણાવ્યા અનુસાર, માતા-પિતાના અલગ થવાથી બાળકો પર ખરાબ અસર પડે છે અને તેથી ધરમજીને લાગ્યું કે જો લગ્ન બચાવી શકાય છે તો તેમણે તેમ કરવું જોઈએ. તમને જણાવી દઈએ કે ઈશા અને ભરત તખ્તાનીના લગ્ન વર્ષ 2012માં થયા હતા. ઈશાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, તે છેલ્લે વેબ સિરીઝ 'હન્ટર ટૂટેગા નહીં તોડેગા' માં જોવા મળી હતી.