કોમેડી, લવ-સ્ટોરી અને ગંભીર મુદ્દાઓ પર ફિલ્મ કરનાર રાજકુમાર હવે એક્શન અવતારમાં જોવા મળવાનો છે. ફિલ્મ માલિકમાં બાહુબલીના રોલમાં રાજકુમાર રાવ ખૂબ જ ડેશિંગ લાગે છે. હાલ તેની ખૂબ ચર્ચા થઈ રહી છે.
હવે તેની ફિલ્મને સેન્સર બોર્ડે પણ પાસ કરી દીધી છે. 4 જુલાઈએ મેકર્સે રિલીઝ માટે લીલી ઝંડી બતાવી હતી. જો કે ફિલ્મને બોર્ડ પાસેથી કટ પણ મળ્યા છે. 7 વર્ષ પછી રાજકુમાર રાવની કોઈ ફિલ્મને A સર્ટિફિકેટ મળ્યું છે.
ફિલ્મના ડાયલોગમાં ફેરફાર
રિપોર્ટ મુજબ, સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનએ માલિકમાં બે ડાયલોગમાં રિસર્ચ કરવાનું કહ્યું છે. જો કે આ ડાયલોગના કન્ટેન્ટની કોઈ માહિતી આપી નથી. તે સિવાય એક લાઈન લલ્લન ઘર છોડી દેશે તે ડાયલોગને બદલવામાં આવ્યો છે. મેકર્સ માટે સારી ખબર એ છે કે સેન્સર બોર્ડ ફિલ્મના કોઈ પણ વિઝયુલ પર કટ લગાવ્યા નથી. ટ્રેલરમાં ઘણું ખુન-ખરાબો જોવા મળી રહ્યો છે, તો પણ આ ફિલ્મને A સર્ટિફિકેટ સાથે પાસ કરી દેવામાં આવી છે.
સેન્સર બોર્ડની સલાહ પછી મેકર્સે ફેરફાર કર્યા છે, CBFCએ માલિકને A સર્ટિફિકેટ સાથે રિલીઝ કરવાની મંજૂરી આપી દીધી છે. ફિલ્મ 15217 મિનિટ લાંબી છે. જો તમે ફિલ્મ જોવા માટે જાઓ તો તમારે થિયેટરમાં 2 કલાક અને 32 મિનિટ સુધી બેસી રહેવું પડશે.
માલિક ફિલ્મની કોના સાથે થશે ટક્કર?
માલિકનું ડાયરેક્શન પુલ્કિતએ કર્યું છે. આ ફિલ્મમાં રાજકુમાર રાવ સાથે માનુશી છિલ્લર જોવા મળશે. તેમજ આ ફિલ્મ 11 જુલાઈએ રિલીઝ થવાની છે આ ફિલ્મની ટક્કર હોલીવુડની ફિલ્મ સુપરમેન અને વિક્રાંત મેસી અને સનાયા કપૂરની ફિલ્મ આંખો કી ગુસ્તાખિયાં સાથે થવાની છે.