મુંબઈમાં રવિવારની સાંજ બોલિવૂડ માટે ખાસ રહી. સની દેઓલની મોસ્ટ અવેટેડ ફિલ્મ "બોર્ડર 2" બોક્સઓફિસ પર ધુઆંધાર કમાણી કરી રહી છે. મુંબઇમાં બોર્ડર-2નું સ્પેશિયલ સ્ક્રીનિંગ યોજાયું હતું. દરમિયાન એક એવી ક્ષણ જોવા મળી જેણે ચાહકોના દિલ જીતી લીધા. આ કાર્યક્રમમાં સની દેઓલ તેની બંને બહેનો, એશા દેઓલ અને આહના દેઓલ સાથે જોવા મળ્યો હતો. પિતા ધર્મેન્દ્રના નિધન બાદ આ પ્રથમ પ્રસંગ હતો જ્યારે ત્રણેય ભાઈ-બહેનો જાહેરમાં એકસાથે દેખાયા હતા. ભાઈના સપોર્ટમાં બહેનોનું આવવું ચાહકો માટે એક સરપ્રાઈઝ સમાન હતું.
સની દેઓલનો બહેન ઇશા-આહના સાથેનો વીડિયો વાયરલ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે સની દેઓલ તેની બહેનો એશા અને આહનાનો હાથ પકડીને બેઠા છે. ત્રણેય ભાઈ-બહેનોએ કેમેરા સામે હસતા મુખે પોઝ આપ્યા હતા. અગાઉ 2023માં 'ગદર 2' વખતે પણ તેઓ સાથે જોવા મળ્યા હતા, પરંતુ પિતાના અવસાન બાદ આ તેમની પ્રથમ સંયુક્ત મુલાકાત હતી. ફિલ્મના સ્ક્રીનિંગમાં ઇશા અને આહનાની હાજરીનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો છે. આ વીડિયોએ દેઓલ પરિવારમાં વિખવાદની અફવા પર પૂર્ણ વિરામ લગાવ્યું.
દેઓલ પરિવારની વિખવાદની અટકળો પર વિરામ
ધર્મેન્દ્રના મૃત્યુ બાદ એવી ચર્ચાઓ ચાલી રહી હતી કે દેઓલ પરિવારમાં આંતરિક વિખવાદ છે અને તેમની વચ્ચે સંબંધો સુધર્યા નથી. ધર્મેન્દ્રના અવસાન બાદ જુદા-જુદા સ્થાન પર પ્રેયર મીટ થઈ હતી. જેના બાદ દેઓલ પરિવારમાં વિખવાદની અફવાએ જોર પકડયું હતું. જોકે, હેમા માલિનીએ અગાઉ એક ઇન્ટરવ્યુમાં સ્પષ્ટતા કરી હતી કે પરિવારમાં બધું બરાબર છે. હવે આ ત્રણેયને સાથે જોઈને તમામ અફવાઓ અને અટકળો પર કાયમી વિરામ લાગી ગયો છે. અગાઉ ગદર ફિલ્મ વખતે પણ સની દેઓલ, ઇશા અને આહના સાથે જોવા મળ્યો હતો. મહત્વનું છે કે દેઓલ પરિવાર હંમેશા પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખવા માગે છે.
બોક્સ ઓફિસ પર 'બોર્ડર 2' નો દબદબો
વરુણ ધવન, અહાન શેટ્ટી અને દિલજીત દોસાંઝ જેવા કલાકારોથી સજ્જ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિલીઝના માત્ર ત્રણ જ દિવસમાં ફિલ્મ ₹100 કરોડના આંકડાની અત્યંત નજીક પહોંચી ગઈ છે. બોર્ડર-2 ફિલ્મે રિલીઝ થતાની સાથે જ તગડી કમાણી કરી રહી છે. ફિલ્મ નિર્માતા દ્વારા સફળતાની ઉજવણી કરવામાં આવી. રવિવારે ફિલ્મના રિલીઝના ત્રીજા દિવસે મુંબઈમાં ફિલ્મનું સ્ક્રીનિંગ રાખવામાં આવ્યું હતું.
આ પણ વાંચો : Anjali Arora Fiance Akash Sansanwal Arrested: 'કચ્ચા બદામ' ગીતથી પ્રખ્યાત થયેલી અંજલી અરોરા ફરી ચર્ચામાં, જાણો શું છે કારણ?