સની દેઓલની બહુપ્રતિક્ષિત ફિલ્મ "બોર્ડર 2" જોવા તેના ફેન્સ ઉત્સુક છે. 23 જાન્યુઆરીના દિવસે "બોર્ડર 2", મોટા પડદા પર રિલીઝ થવા માટે તૈયાર છે. અનુરાગ સિંહ દ્વારા દિગ્દર્શિત, આ ફિલ્મનું ધમાકેદાર એડવાન્સ બુકિંગ થઈ રહ્યું છે. દરમિયાન "બોર્ડર 2" ફિલ્મને લઈને ખરાબ સમાચાર સામે આવ્યા છે. અહેવાલો છે કે ફિલ્મને યુએઈ સહિત ઘણા ખાડી દેશોમાં રિલીઝ માટે મંજૂરી આપવામાં આવી નથી. તેથી "બોર્ડર 2"ને રિલીઝના એક દિવસ પહેલા જ મોટો ફટકો પડયો. 


બોર્ડર-2 ફિલ્મમાં ધમાકેદાર એડવાન્સ બુકિંગ

અત્યાર સુધીમાં 1.1 લાખથી વધુ ટિકિટ વેચાઈ ગઈ છે, જેનાથી ₹3.7 કરોડની કમાણી થઈ છે. "બોર્ડર 2"ની ફિલ્મની જોરદાર ચર્ચા થઈ રહી છે. રણવીર સિંહની ધુરંધર 2025ની સૌથી મોટી હિન્દી ફિલ્મ બની છે. વર્ષ 2025માં આ ફિલ્મે ભારતમાં ₹828 કરોડ અને વિશ્વભરમાં ₹1287 કરોડની કમાણી કરી. જયારે સનીદેઓલની ફિલ્મ "બોર્ડર 2"એ અત્યાર સુધીમાં 9369 શોમાં 1.17 લાખ ટિકિટ વેચી છે. ફિલ્મ રિલીઝ પહેલા જ આટલું જોરદાર બુકિંગ જોતા દેખાય છે કે ફિલ્મ ધુરંધરને ટક્કર આપી બોક્સ ઓફિસ પર મોટી કમાણી કરી શકે છે.

નિર્માતાઓની ચિંતા વધી

"બોર્ડર 2" 23 જાન્યુઆરી રિલીઝ થવાની છે. ફક્ત ભારતીયો જ નહીં ફેમસ અફઘાન ક્રિકેટર રાશિદ ખાન પણ આ ફિલ્મ જોવા ઉત્સુક છે. રાશિદ સની દેઓલની ફિલ્મની પોસ્ટ શેર કરતાં લખ્યું હતું કે ચોક્કસ જોવા જઈશ. પરંતુ સની દેઓલની ફિલ્મ રિલીઝ પહેલા જ મોટી મુશ્કેલીમાં ફસાઈ ગઈ. આ ફિલ્મને હવે યુએઈ સહિત ઘણા ગલ્ફ દેશોમાં રિલીઝ મંજૂરી નકારી કાઢવામાં આવી છે. નિર્માતાઓની ચિંતા વધી ગઈ છે.

લાખ પ્રયાસ છતાં ના મળી રિલીઝની મંજૂરી

નિર્માતાઓ યુએઈ, સાઉદી અરેબિયા, કતાર, કુવૈત, બહેરીન અને ઓમાનમાં તેની થિયેટરમાં રિલીઝ કરવા પ્રયાસ કર્યો પરંતુ તેઓ મંજૂર મેળવી શકયા નથી. એવી ચર્ચા છે કે ફિલ્મમાં પાકિસ્તાન વિરોધી" સામગ્રીને કારણે ત્યાં રિલીઝ કરવાને નકારવામાં આવી છે. આ નિર્ણયની ફિલ્મની કમાણી પર અસર થઈ શકે છે. અહેવાલ મુજબ, "બોર્ડર 2" બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુએઈમાં રિલીઝ થશે નહીં.   


આ પણ વાંચો : Bigg Boss OTT : 3 સીઝન, 2 ફ્લોપ, 1 હિટ, સલમાન ખાનના શો બિગ બોસ OTT પર લાગ્યું તાળું, મેકર્સેનો ચોંકાવનારો નિર્ણય!

  • Follow us on: