સોશિયલ મીડિયામાં ધનુષ અને મૃણાલનો લગ્નનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં ધનુષ અને મૃણાલ લગ્નના મંડપમાં બેઠા છે. જયારે તેમની પાછળ સાઉથ સ્ટાર્સ ઉભા છે જે તેમને આર્શીવાદ આપે છે. એક સાઉથ અભિનેત્રી ધનુષ અને મૃણાલના આ સુંદરપળની તસવીર લેતી દેખાય છે. શું ખરેખર બોલીવુડ અભિનેત્રી અને સાઉથ અભિનેતા ધનુષે લગ્ન કરી લીધા છે. આખરે આ વાયરલ વીડિયોની શું છે હકીકત.


ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્નનો વીડિયો વાયરલ

વાસ્તવમાં devaimation ઇન્સ્ટાગ્રામ પર હેન્ડલ પરથી આ વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ધનુષ અને મૃણાલ ઠાકુર લગ્ન કરી રહ્યા છે તેવું બતાવે છે. વીડિયોમાં સાઉથના ફેમસ કલાકારો પણ દેખાય છે. તૃષા કૃષ્ણન, શ્રૃતિ હસન, અનિરૂદ્ધ રવિચંદર, અજીત કુમાર, દુલકર સલમાન, થલપતિ વિજય જેવી હસ્તીઓ વીડિયોમાં નજરે પડે છે. આ વાયરલ વીડિયો જોઈ ખરેખર એવું લાગે કે ધનુષ અને મૃણાલ લગ્ન કરી રહ્યા છે. પરંતુ હકીકત અલગ છે. ખરેખર વાસ્તવિક લાગતો આ વીડિયો AI જનરેટેડ છે. આ વીડિયોને લઈને નેટિઝન્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. ધનુષ અને લગ્નના આ વાયરલ વીડિયો પર હજુ સુધી બંનેમાંથી કોઈ કલાકાર દ્વારા પુષ્ટિ કે વિરોધ કરવામાં આવ્યો નથી.

ધનુષ અને મૃણાલના લગ્નના વીડિયો પર ફેન્સની પ્રતિક્રિયા

અભિનેતા ધનુષ અને મૃણાલના લગ્નના વીડિયોએ આજે સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ બંનેના લગ્નના આ વીડિયો પર વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, "બહુ સરસ AI કામ...થલપતિ આ તારીખે દુબઈમાં હતા." એક બીજા યુઝરે કોમેન્ટ બોક્સમાં લખ્યું કે, "લગ્ન તો ઠીક છે, યાર, જુઓ થલપતિ વિજય સહિત તમામ પાછળ ઊભા છે." ત્રીજા એક યુઝરે લખ્યું કે, "ધનુષ પોતે જ સદમામાં છે." જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી મૃણાલ ઠાકુર અને ધનુષ 14 ફેબ્રુઆરી, વેલેન્ટાઇન ડેના રોજ લગ્ન કરશે તેવી સોશિયલ મીડિયામાં ચર્ચા થઈ રહી છે.

લગ્નની અફવામાં કોઈ સત્ય નથી

ધનુષ અને મૃણાલ ઠાકુર દ્વારા આ મામલે કોઈ સ્પષ્ટતા કે ખુલાસો કરવામાં આવ્યો નથી. તેમજ બંનેમાંથી કોઈએ આ સમાચાર પર પ્રતિક્રિયા આપી નથી, તેનો ઇનકાર કર્યો નથી અથવા કોઈ અપડેટ્સ આપ્યા નથી. જો કે અભિનેત્રીના નજીકના એક સૂત્રએ લગ્નની અફવાઓને ફગાવી દીધી અને કહ્યું કે તેમાં "કોઈ સત્ય નથી". તેમણે કહ્યું, "મૃણાલ આવતા મહિને લગ્ન નથી કરી રહી. આ એક અફવા છે જે કોઈ કારણ વગર ફેલાવવામાં આવી છે."

  • Follow us on: