બોલીવુડની આ ફિલ્મો બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. કોઈપણ ફિલ્મ માટે વીકેન્ડ (શનિ-રવિ)ની કમાણી ઘણી મહત્વની હોય છે, પરંતુ સોમવારની કસોટી એટલે કે 'મંડે ટેસ્ટ' નક્કી કરે છે કે ફિલ્મ લાંબી રેસનો ઘોડો સાબિત થશે કે નહીં. આ સોમવારે બોક્સ ઓફિસ પર અક્ષય કુમારની મલ્ટિસ્ટારર ફિલ્મ 'વેલકમ ટુ ધ જંગલ'થી લઈને પ્રાદેશિક સિનેમાની ફિલ્મોની આકરી કસોટી થઈ હતી. ચાલો જોઈએ કઈ ફિલ્મે બોક્સ ઓફિસ પર બાજી મારી અને કોણ પાછળ રહી ગયું. મંડે ટેસ્ટમાં કઈ ફિલ્મ પાસ થઈ અને કઈ ફિલ્મ ફલોપ. જાણો આ ફિલ્મોએ કેટલી કમાણી કરી.
અક્ષય કુમારની વેલકમ ટુ ધ જંગલ
અહમદ ખાનના નિર્દેશનમાં બનેલી અક્ષય કુમાર, પરેશ રાવલ અને સુનીલ શેટ્ટી સ્ટારર આ કોમેડી ફિલ્મે વીકેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. પેઇડ પ્રીવ્યૂઝથી ₹૩.૭૫ કરોડ મેળવ્યા બાદ ફિલ્મે પહેલા દિવસે ₹૧૫.૨૫ કરોડ, બીજા દિવસે ₹૨૦ કરોડ અને ત્રીજા દિવસે ₹૨૪.૭૫ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મના રિલીઝ થયાના ચોથા દિવસે સોમવારનું કલેક્શન રૂ. ૮.૫૦ કરોડ છે. જયારે 4 દિવસની અંદર ભારતમાં કુલ કમાણી રૂ. ૭૨.૨૫ કરોડ કરી જોરદાર સુપરહિટ થઈ છે.
શાહિદની કોકટેલ ૨ ફિલ્મ
શાહિદ કપૂર, કૃતિ સેનન અને રશ્મિકા મંદન્નાની આ ફિલ્મે બીજા વીકેન્ડમાં પણ પોતાની પકડ મજબૂત રાખી હતી. ફિલ્મે બીજા શનિવારે ₹૪.૨૫ કરોડ અને બીજા રવિવારે ₹૪.૪૦ કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે રિલીઝ થયાના 11મા દિવસે એટલે બીજા સોમવારનું કલકેશન ૧.૭૫ કરોડ છે. જયારે કુલ કમાણી ૮૪.૮૯ કરોડએ પહોંચી.
સામંથાની ફિલ્મ મા ઇન્તી બંગારમ
સામન્થા રૂથ પ્રભુની આ ફિલ્મે બોક્સ ઓફિસ પર અસાધારણ દેખાવ કર્યો છે. પહેલા અઠવાડિયે ₹૩૩.૭૦ કરોડની કમાણી કર્યા બાદ, ફિલ્મે આઠમા દિવસે ₹૪.૩૫ કરોડ, નવમા દિવસે ₹૪.૯૦ કરોડ અને દસમા દિવસે ₹૫.૩૦ કરોડનો બિઝનેસ કર્યો હતો. મંડે ટેસ્ટમાં આ ફિલ્મને મિશ્ર પ્રતિસાદ મળ્યો. સોમવાર સુધીમાં ૧.૬૦ કરોડ અને કુલ કમાણી ૪૯.૮૫ કરોડ કરતા આ ફિલ્મથી સામંથાએ જોરદાર વાપસી કરી.
સરગુન મહેતાની કૅરી ઓન જટ્ટા ૪
૨૬ જૂને રિલીઝ થયેલી ગિપ્પી ગ્રેવાલ, સરગુન મહેતા અને બિન્નુ ધિલ્લોનની લોકપ્રિય પંજાબી ફ્રેન્ચાઈઝીની આ ફિલ્મે પહેલા દિવસે ₹૧.૯૦ કરોડ, બીજા દિવસે ₹૨.૫૦ કરોડ અને ત્રીજા દિવસે ₹૩.૪૦ કરોડની કમાણી કરી હતી. સેકનિલ્કના ટ્રેન્ડ અનુસાર સોમવારે ફિલ્મની કમાણીમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે. સોમવારનું કલેક્શન રૂ. ૧.૪૦ કરોડ અને ૪ દિવસમાં કુલ કમાણી ૯.૨૦ કરોડએ પહોંચી.
ઇમ્તિયાઝ અલીની આ ફિલ્મ થિયેટરોમાં નવી રિલીઝ ફિલ્મો સામે પણ જોરદાર ટક્કર આપી રહી છે અને ત્રીજા સપ્તાહમાં પણ સ્થિર કમાણી કરી રહી છે. 18 દિવસની અંદર આ ફિલ્મે ૪૭.૮૦ કરોડ કલેકશન કર્યું. જે આ ફિલ્મને ધીરેધીરે મળતી સફળતા બતાવે છે.
આ પણ વાંચો : Lock Upp Season 2માં સુનીતા આહુજાનો બેબાક અને બિન્દાસ અંદાજ, શું હું કોઈના બાપના પૈસાથી.....