ટીવીની ફેમસ અભિનેત્રી 'સસુરાલ સિમર કા'ની સિમર સતત કેન્સર અને પોતાની સર્જરીના કારણે ચર્ચામાં છે. અભિનેત્રીનો હોસ્પિટલમાંથી એક વીડિયો સામે આવ્યો છે. જેમાં દીપિકા કક્કરના ગાળા પર એક પટ્ટી બાંધી છે અને તેના ચહેરા પર તેની પિડા દેખાઈ રહી છે. અભિનેત્રીનો આ વીડિયો જોઈને ફેન્સ ઈમોશનલ થયા છે. અભિનેત્રી દીપિકા કક્કરની સર્જરી 14 કલાક સુધી ચાલી હતી અને તે 72 કલાક સુધી ICUમાં હતી.
દીપિકા કક્કરનો પહેલો વીડિયો આવ્યો સામે
શોએબ ઈબ્રાહિમે પોતાનો વ્લોગ શેર કર્યો હતો અને કહ્યું કે દીપિકાની તબિયત હવે પહેલા કરતા સારી છે. તે થોડું ખાઈ શકે છે અને પછી તેણે દીપિકાનો પરિચય બધા સાથે કરાવ્યો હતો. દીપિકા વીડિયોમાં આવતાની સાથે જ રડવા લાગી હતી. તેણીએ કહ્યું હતું કે, કહેવા માટે કંઈ નથી. સર્જરી બાદ હું ભાવુક થઈ ગઈ છું. મને નાની નાની વાતો પર રડવાનું મન થાય છે. હું પહેલાથી જ ખૂબ ભાવુક હતી અને હવે હું વધુ ભાવુક થઈ ગઈ છું. હું તબિયત સારી થઈ જાય પછી તમારા લોકો સાથે આરામથી વાત કરીશ. તમે બધાએ ખૂબ પ્રાર્થના કરી એ માટે ખૂબ ખૂબ આભાર.
દીપિકા કક્કરે વધુમાં કહ્યું હતું કે, હોસ્પિટલમાં પણ લોકો મને કહેતા હતા કે મેડમ તમે સ્વસ્થ થઈ જશો. અન્ય દર્દીઓના સંબંધીઓ પણ મને કહેતા હતા કે તેઓ મારા માટે પ્રાર્થના કરી રહ્યા છે તમે જલ્દી સ્વસ્થ થઈ જશો. મને ખાંસી આવી હતી જેના કારણે મારા ટાંકામાં તકલીફ થઈ રહી હતી.
ખૂબ જ મુશ્કેલ સમય: શોએબ
દીપિકા કક્કરના પતિ શોએબે કહ્યું હતું કે, પહેલા ડર તો કે ઈન્ફેકશન ન થાય, જેના કારણે ડોક્ટરે મને કે પરિવારના બાકીના કોઈને દીપિકાની નજીક જવાની મંજૂરી આપી ન હતી. જ્યારે તેને રજા મળશે ત્યારે આપણે તેની ખૂબ કાળજી લેવી પડશે. કારણ કે ઈન્ફેકશન લાગવાની શક્યતાઓ છે. દીપિકામાં ગાંઠની શોધથી લઈને ઓપરેશન સુધીના સમયને યાદ કરતાં શોએબે કહ્યું હતું કે, આ સમય અમારા માટે ખૂબ જ મુશ્કેલ સમય હતો. શોએબે કહ્યું કે મને તે સમય યાદ છે જ્યારે મારા પિતા પણ 2021માં દાખલ થયા હતા પરંતુ સારી વાત એ છે કે તે બંને આ તબક્કામાંથી બહાર આવી ગયા છે. અમે આ મુશ્કેલ સમયમાં ખૂબ જ સકારાત્મક રહ્યા છીએ