બોલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણના ઘરે આ દિવસોમાં ખુશીનો માહોલ છે. એક્ટ્રેસ ટૂંક સમયમાં બીજી વખત માતા બનવાની છે. આ ગુડ ન્યૂઝ તેણે પોતે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા ફેન્સ સાથે શેર કર્યા છે, ત્યારથી દરેક તેમને અભિનંદન આપી રહ્યા છે. ફેન્સની સાથે ઘણા સેલેબ્સ પણ તેમને સતત શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે.
દીપિકા પાદુકોણના અપકમિંગ પ્રોજેક્ટ્સ
પર્સનલ લાઈફના આ સુંદર તબક્કાની વચ્ચે દીપિકાનું પ્રોફેશનલ ફ્રન્ટ પણ ઘણું મજબૂત દેખાઈ રહ્યું છે. આવનારા સમયમાં તે ઘણા મોટા પ્રોજેક્ટ્સમાં જોવા મળવાની છે. તેની પાસે ફિલ્મોની લાંબી લાઈનઅપ છે, જેમાં અલગ-અલગ જોનર અને દમદાર પાત્રો જોવા મળી શકે છે.
દીપિકા પાદુકોણની આગામી ફિલ્મો
ફિલ્મ કિંગ: દીપિકા પાદુકોણ શાહરૂખ ખાનની ફિલ્મ કિંગમાં જોવા મળશે. આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી ફિલ્મોમાંની એક છે. દીપિકા-શાહરૂખ ઉપરાંત ફિલ્મમાં રાની મુખર્જી, અભિષેક બચ્ચન, અનિલ કપૂર, અરશદ વારસી, જેકી શ્રોફ, જયદીપ અહલાવત, રાઘવ જુયાલ જેવા કલાકારો પણ જોવા મળશે. કિંગ વર્ષ 2026 માં 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મ રાકા: ફેન્સ ફિલ્મ રાકાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અલ્લુ અર્જુનની ફિલ્મ 'રાકા'માં દીપિકા પાદુકોણ ધમાલ મચાવવા તૈયાર છે. તેને એટલી ડાયરેક્ટ કરી રહ્યા છે. ફિલ્મનું પોસ્ટર પણ રિલીઝ થઈ ગયું છે, જેણે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે. કહેવામાં આવી રહ્યું છે કે રાકા આવતા વર્ષે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
ફિલ્મ પઠાણ 2: વર્ષ 2023માં રિલીઝ થયેલી ફિલ્મ પઠાણે બોક્સ ઓફિસ પર કમાલ કરી હતી. શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ સ્ટારર આ ફિલ્મને દર્શકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે ફેન્સ લાંબા સમયથી પઠાણ 2ની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં ફરી શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ એકસાથે જોવા મળશે.
ફિલ્મ બ્રહ્માસ્ત્ર 2: દીપિકા પાદુકોણ ફિલ્મ બ્રહ્માસ્ત્ર પાર્ટ 2: દેવમાં પણ જોવા મળશે. આ વર્ષ 2022માં આવેલી બ્રહ્માસ્ત્રની સિક્વલ હશે, જેમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ જોવા મળ્યા હતા.
પ્રેગ્નન્સીમાં પણ શૂટિંગ કરશે દીપિકા પાદુકોણ
અહેવાલો અનુસાર, દીપિકા પાદુકોણ પ્રેગ્નન્સીમાં પણ ફિલ્મનું શૂટિંગ ચાલુ રાખશે. તે ફિલ્મ 'રાકા' માટે કેટલાક ઇન્ટેન્સ એક્શન સીક્વન્સ પણ શૂટ કરી રહી છે. શૂટિંગ દરમિયાન સંપૂર્ણ સાવચેતી રાખવામાં આવી રહી છે જેથી તેની તબિયત પર કોઈ અસર ન પડે. ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર, દીપિકા તેના કામને લઈને ખૂબ જ પ્રોફેશનલ છે અને તે નક્કી કરેલા શેડ્યૂલમાં જ ફિલ્મનું શૂટિંગ પૂરું કરવા માંગે છે. એક્ટ્રેસને બે વર્ષની દીકરી છે, જેનું નામ દુઆ છે. દીપિકા પાદુકોણે વર્ષ 2018માં એક્ટર રણવીર સિંહ સાથે લગ્ન કર્યા હતા. બંનેની લવ સ્ટોરી ફિલ્મ રામ લીલાથી શરૂ થઈ હતી.
આ પણ વાંચો- Varun Dhawan એ મજાકમાં સલમાન ખાનને કહ્યો દેશનો સૌથી મોટો કુંવારો, પછી જે થયું એ...!