એક્ટર વિકી કૌશલ અને તેની આગામી ફિલ્મ મહાવતાર પરશુરામના મેકર્સે પરશુરામ જયંતીને ખાસ અંદાજમાં સેલિબ્રેટ કરી છે. મેકર્સે ફિલ્મ સાથે જોડાયેલું એક નવું પોસ્ટર શેર કર્યું છે, જેમાં પરશુરામના સાહસ, ધર્મ અને ન્યાયના સંદેશને દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ સાથે જ વિકી કૌશલના અવતારે ફેન્સની ઉત્સુકતા વધારી દીધી છે.


મેકર્સે પરશુરામ ભગવાનને કર્યા નમન

પરશુરામ જયંતી પર ધર્મા પ્રોડક્શને પોતાના સોશિયલ મીડિયા પર ફિલ્મનું પોસ્ટર શેર કરીને લખ્યું કે, ધર્મની રક્ષા માટે ક્યારેક કઠિન નિર્ણયો લેવા પડે છે અને આ જ પરશુરામનો સૌથી મોટો સંદેશ છે. આ પોસ્ટ દ્વારા મેકર્સે એ યોદ્ધાને નમન કર્યા છે જેમણે નીડર થઈને સત્યનો સાથ આપ્યો હતો. પોસ્ટર સામે આવતા જ ફેન્સમાં ફિલ્મ વિશેની ચર્ચા તેજ થઈ ગઈ છે.

વિકી કૌશલની સામે હરનાઝ સંધુ જોવા મળશે?

ફિલ્મ વિશે વધુ એક રસપ્રદ માહિતી સામે આવી રહી છે. આ પ્રોજેક્ટમાં વિકી કૌશલની સામે એક નવા ચહેરાને કાસ્ટ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ માટે હરનાઝ સંધુનું નામ ચર્ચામાં છે અને મેકર્સ તેમની સાથે વાતચીત કરી રહ્યા છે. આ ઉપરાંત, વિકી આ પાત્ર માટે ફિઝિકલ ટ્રાન્સફોર્મેશન પણ કરશે. આ રોલ માટે તેણે પહેલવાન જેવું મજબૂત શરીર અને રફ લુક અપનાવવો પડશે.


ક્યારે રિલીઝ થશે ફિલ્મ?

ડાયરેક્ટર અશ્વિન કુમારની આ ફિલ્મ ડિસેમ્બર 2027 સુધીમાં રિલીઝ થવાની શક્યતા છે. આ ફિલ્મને ભવ્ય સ્તરે બનાવવામાં આવશે, જેમાં નવી ટેકનોલોજી અને શાનદાર વિઝ્યુઅલ્સનો ઉપયોગ થશે. મહાવતાર પરશુરામ એક પૌરાણિક વાર્તા પર આધારિત ફિલ્મ છે, જે ભગવાન પરશુરામનું જીવન, સંઘર્ષ અને સિદ્ધાંતોને મોટા પડદે રજૂ કરશે. હાલમાં વિકી કૌશલ સંજય લીલા ભણસાલીની ફિલ્મ લવ એન્ડ વોરમાં વ્યસ્ત હોવાથી આ ફિલ્મનું શૂટિંગ થોડું મોડું શરૂ થશે.

આ પણ વાંચો- Mollywood : ના કોઈ સ્ટાર, ના કોઈ મોટું બજેટ! આ ફિલ્મે કરી બજેટ કરતા 10 ગણી કમાણી, બોલીવુડ પણ જોતું રહી ગયું!

  • Follow us on: