સિનેમાઘરોમાં દર અઠવાડિયે કોઈને કોઈ ફિલ્મ રિલીઝ થાય છે અને બોક્સ ઓફિસ પર આવતાની સાથે જ છવાઈ જાય છે. કેટલીક ફિલ્મો ખાસ કમાલ કરી શકતી નથી, તો કેટલીક મહિનાઓ સુધી થિયેટરમાં પોતાનો દબદબો જાળવી રાખે છે. ઘણીવાર એવું પણ બને છે કે કોઈ ફિલ્મ શોરબકોર વિના આવે છે અને બોક્સ ઓફિસ પર ધુઆધાર કમાણી કરી જાય છે. આવી જ એક મલયાલમ ફિલ્મ 'ધુરંધર 2'ની આંધી વચ્ચે રિલીઝ થઈ અને તેણે ચુપચાપ 100 કરોડથી વધુની કમાણી કરી લીધી છે.


18 દિવસમાં કમાણી 100 કરોડને પાર

જે મલયાલમ ફિલ્મની વાત થઈ રહી છે તેનું નામ છે વાઝા 2: બાયોપિક ઓફ અ બિલિયન બ્રધર્સ. આ ફિલ્મ 2 એપ્રિલે રિલીઝ થઈ હતી. ફિલ્મને રિલીઝ થયે હજુ માત્ર 18 દિવસ થયા છે અને તેની કમાણી 100 કરોડને પાર પહોંચી ગઈ છે. રિપોર્ટ અનુસાર, તે કેરળમાં સૌથી ઝડપી 100 કરોડનો બિઝનેસ કરનારી ફિલ્મ બની ગઈ છે અને ત્યાં એક નવો બેન્ચમાર્ક સેટ કર્યો છે.

100 કરોડ ક્લબમાં એન્ટ્રી કરનારી ત્રીજી ફિલ્મ

સૈકનિલ્ક (Sacnilk) મુજબ, વાઝા 2 એ માત્ર 16 દિવસમાં 100 કરોડનો આંકડો પાર કરી લીધો છે. કેરળમાં આ આંકડો પાર કરનારી તે ત્રીજી સૌથી ઝડપી ફિલ્મ છે. અગાઉ થુડારમ અને લોકા ચેપ્ટર વન: ચંદ્રા જેવી મલયાલમ ફિલ્મોએ કેરળમાં 100 કરોડની ક્લબમાં એન્ટ્રી કરી હતી.

વાઝા 2નું બોક્સ ઓફિસ કલેક્શન

વાઝા 2ને રિલીઝ થયાને 18 દિવસ થઈ ગયા છે અને તે ધુરંધર 2ને જોરદાર ટક્કર આપી રહી છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મનું બજેટ માત્ર 10 કરોડ આસપાસ છે, જ્યારે તેની કમાણી બજેટ કરતા 10 ગણી વધારે છે. અત્યાર સુધીમાં ફિલ્મનું ઈન્ડિયા ગ્રોસ કલેક્શન 120.47 કરોડ અને ઈન્ડિયા નેટ કલેક્શન 104.10 કરોડ પર પહોંચી ગયું છે.

વાઝા 2ની સ્ટોરી

આ ફિલ્મની વાર્તાની વાત કરીએ તો, તે એક સુપરહિટ મલયાલમ કોમેડી-ડ્રામા ફિલ્મ છે. આમાં ચાર મિત્રોની સ્ટોરી છે, જેઓ 'લૂઝર' અને 'બેકબેન્ચર્સ'નું ટેગ મળ્યા બાદ સામાજિક દબાણ અને પોતાની જાતને સાબિત કરવાની સફર પર નીકળે છે. ફિલ્મમાં તેમના સંઘર્ષોને ખૂબ જ સુંદર અને રમુજી રીતે બતાવવામાં આવ્યા છે.

આ પણ વાંચો- Shah Rukh Khan એ સલમાન ખાનને કર્યો રિપ્લેસ, હવે આ ફિલ્મમાં આલિયા ભટ્ટ સાથે જમાવશે જોડી!

  • Follow us on: