ઇન્શાલ્લાહ એક એવી ફિલ્મ છે, જેના વિશે કહેવામાં આવે છે કે આ સંજય લીલા ભણસાલીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. પહેલા આ ફિલ્મમાં આલિયા ભટ્ટ અને સલમાન ખાનની જોડી બનવાની હતી. પરંતુ ઘણા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવ્યું હતું કે સંજય લીલા ભણસાલી અને સલમાન ખાન વચ્ચે સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ પડતો મૂકવામાં આવ્યો હતો.
ફિલ્મમાં હવે સલમાન ખાનની જગ્યાએ શાહરૂખ ખાન
એક રિપોર્ટ અનુસાર, હવે આ ફિલ્મ પર ફરીથી કામ શરૂ કરવામાં આવી શકે છે. સાથે જ હવે 'ઇન્શાલ્લાહ'માં સલમાન ખાનની જગ્યાએ શાહરૂખ ખાન જોવા મળી શકે છે. ડેક્કન ક્રોનિકલના રિપોર્ટ મુજબ, સંજય લીલા ભણસાલીએ આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને આલિયા ભટ્ટની સામે કાસ્ટ કરવાનું મન બનાવ્યું છે.
સલમાનની જગ્યાએ શાહરૂખ ખાન?
પહેલા પણ એવું કહેવામાં આવ્યું હતું કે આ ફિલ્મ માટે શાહરૂખ ખાન જ સંજય લીલા ભણસાલીની પહેલી પસંદ હતો. જોકે, હજુ સુધી આ સમાચારને લઈને સત્તાવાર રીતે કંઈ કહેવામાં આવ્યું નથી. શાહરૂખ ખાન અને સંજય લીલા ભણસાલીએ આ પ્રોજેક્ટ અંગે હજુ સુધી કોઈ અપડેટ શેર કર્યું નથી.
મેકર્સ તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નથી
પહેલા એવા સમાચાર આવ્યા હતા કે સલમાન ખાને સર્જનાત્મક મતભેદોને કારણે આ પ્રોજેક્ટ છોડી દીધો હતો. પ્રોડક્શન ડિઝાઈનર અને સેલિબ્રિટી ઈન્ટિરિયર ડિઝાઈનર રુપીન સૂચકે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે, નસીબજોગે કે કમનસીબે, આ ફિલ્મ ફ્લોર પર ન જઈ શકી કારણ કે મોટો વિવાદ થયો અને સલમાન સેટ પરથી ચાલ્યા ગયા.
કેમ અટકી હતી આ ફિલ્મ?
સલમાન ખાન અને સંજય લીલા ભણસાલી આ ફિલ્મ સાથે કરવા માંગતા ન હતા. પ્રોડક્શન ડિઝાઈનર રુપીન સૂચકે જણાવ્યું કે, મેં ભણસાલી સાથે આ ફિલ્મના સેટનું એક વર્ષ સુધી પ્રી-પ્લાનિંગ કર્યું હતું. અમે લગભગ ત્રણ મહિના સુધી યુએસએમાં લોકેશન શોધી રહ્યા હતા.
એક વર્ષ સુધી ચાલ્યું હતું પ્રી-પ્લાનિંગ
દરમિયાન એવા અહેવાલો પણ આવી રહ્યા હતા કે રિતિક રોશને આ પ્રોજેક્ટ જોઈન કર્યો છે. રિપોર્ટ અનુસાર, ઇન્શાલ્લાહ એક મેચ્યોર લવ સ્ટોરી હશે, જેમાં એક 20 વર્ષની છોકરીને 40 વર્ષના વ્યક્તિના પ્રેમમાં પડતી બતાવવામાં આવશે.
આ પણ વાંચો- Gabru Postponed : સની દેઓલના ફેન્સને મોટો ઝટકો! ફરી પાછી ઠેલાઈ ફિલ્મ ગબરૂ, હવે ક્યારે થશે રિલીઝ?